જમ્મુ-કાશ્મીર : પોલીસકર્મીએ પથ્થરમારા વચ્ચે ઢાલ બનીને મહિલાને બચાવી

લોકો આ પોલીસકર્મીને કાશ્મીરનો સાચો હીરો ગણાવી રહ્યા છે, ઈદની નમાઝ બાદ સોપોરમાં ફાટી નીકળી હતી હિંસા.

News18 Gujarati
Updated: June 7, 2019, 8:24 AM IST
જમ્મુ-કાશ્મીર : પોલીસકર્મીએ પથ્થરમારા વચ્ચે ઢાલ બનીને મહિલાને બચાવી
તસવીર સાભાર : ટ્વિટર
News18 Gujarati
Updated: June 7, 2019, 8:24 AM IST
શ્રીનગર : ઘાટીમાં હિંસાના સમાચાર તો દરરોજ સામે આવતા રહે છે પરંતુ આ સમાચારો વચ્ચે કંઇક એવા બનાવો પણ બનતા હોય છે જે સામે નથી આવતા. આજે આપણે આવા જ એક સમાચારની વાત કરીશું. બારામુલ્લા અને સોપોરમાં ફેલાયેલી હિંસા અને પથ્થરમારાના બનાવો વચ્ચે માનવતાની એક મિશાલ જોવા મળી છે. આ ઘટનાની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. થયું એવું કે પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધ મહિલા ફસાઈ ગઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મી મહિલા માટે ઢાલ બન્યો હતો અને તેને સલામત રીતે ત્યાંથી બહાર કાઢી હતી. લોકો આ પોલીસકર્મીને કાશ્મીરનો હીરો બતાવી રહી છે. (આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : આતંકીઓના ફાયરિંગમાં મહિલાનું મોત, એક વ્યક્તિ ઘાયલ )

નમાઝ પછી થયો હતો પથ્થરમારો

સોપોરમાં ઈદની નમાઝ પછી અચાનક હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન દેખાવકારોએ સુરક્ષા જવાનો પર પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા જવાનોએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આંસુ ગેસ છોડ્યા હતા. આ દરમિયાન એક મહિલા નમાઝ અદા કરીને આવી રહી હતી અને હિંસાની વચ્ચે ફસાઈ ગઈ હતી. પથ્થરમારા વચ્ચે ફસાયેલી મહિલા માટે બહાર નીકળવું મુશ્કેલ હતું. પરંતુ એક પોલીસકર્મીએ પોતાના જીવના જોખમે મહિલાને બચાવી લીધી હતી. પોતે મહિલા માટે ઢાલ બન્યો હતો અને તેને સલામત રીતે બહાર કાઢી હતી. મહિલાને બચાવવા માટે તેણે પોતાના શરીર પર પથ્થરોનો માર પણ સહન કર્યો હતો. કર્મીએ મહિલાને સુરક્ષિત રીતે રસ્તા સુધી પહોંચાડી હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં નવાજૂનીના એંધાણ, અમિત શાહ લઇ શકે છે મોટો નિર્ણય

સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

આ ઘટનાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લોકો આ પોલીસકર્મીને કાશ્મીરનો અસલી હીરો બતાવી રહ્યા છે. સાથે જ લોકોએ લખ્યું કે અનેક એવા પોલીસકર્મીઓ છે જે ઇમાનદાર છે અને ગંભીરતા સાથે પોતાનું કામ કરે છે. આવા કામોથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...