શ્રીનગરમાં સુરક્ષાબળોના કાફલા પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

(File Image)

અત્યાર સુધીની જાણકારી પ્રમાણે આ હુમલામાં જૈશનો હાથ છે

 • Share this:
  શ્રીનગર : શ્રીનગરના (Srinagar)બહારી વિસ્તાર પરિમ્પુરામાં ગુરુવારે ત્વરિત પ્રતિક્રિયા દળ (QRT) પર આતંકવાદીઓના (Terrorist)હુમલામાં બે સુરક્ષાકર્મી શહીદ થયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પરિમ્પુરા વિસ્તારના ખુશીપુરામાં સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાબળોએ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરુ કરી દીધું છે.

  ઘટના પર કાશ્મીરના આઈજીએ કહ્યું કે ત્રણ આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબારી કરી હતી. જેમાં ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયેલા બે જવાનો શહીદ થયા છે. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે આ હુમલામાં જૈશનો હાથ છે. ગોળીબારીની ઘટના પછી આતંકી એક કારમાં સવાર થઈને ભાગી ગયા હતા. ત્રણમાંથી બે લગભગ પાકિસ્તાની અને એક સ્થાનીય છે.

  આ પણ વાંચો - પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત આવશે, વેક્સીન અંગે ગુજરાતથી થઈ શકે છે મોટી જાહેરાત

  આ પહેલા શનિવારે પાકિસ્તાન (Pakistan)તરફથી સંઘર્ષવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની પોસ્ટને નિશાન બનાવતા ફાયરિંગ કરી હતી. આ ગોળીબારીમાં એક જવાન શહીદ થયા હતા.

  આતંકીઓને ઘુસણખોરી કરાવાના ઇરાદાથી અત્યાર સુધી પાકિસ્તાને 4137 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
  Published by:Ashish Goyal
  First published: