જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ રાજીનામું આપવાની ઓફર કરી

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ રાજીનામું આપવાની ઓફર કરી
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ રાજીનામું આપવાની ઓફર કરી

સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરમાં નવા એલજીની શોધ શરૂ થઈ ગઈ છે. હાલ જીસી મુર્મૂએ પોતાનું રાજીનામું કેન્દ્રને મોકલ્યું છે

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ (Jammu Kashmir)ગિરીશ ચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu)એ રાજીનામું આપવાની ઓફર કરી છે. સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ આગામી કંટ્રોલર ઓફ ઓડિટ હશે. તેમને જમ્મુ કાશ્મીરમાં એલજીના પદેથી હટાવીને આશિષ મહર્ષીના સ્થાને લાવવામાં આવી શકે છે.

  સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરમાં નવા એલજીની શોધ શરૂ થઈ ગઈ છે. હાલ જીસી મુર્મૂએ પોતાનું રાજીનામું કેન્દ્રને મોકલ્યું છે. સૂત્રોનું માનવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં નવા એલજી એક-બે દિવસમાં મળી શકે છે.  આ પણ વાંચો - પીએમ મોદીના માતા હીરાબાએ ઘરે ટીવી પર રામલલ્લાના દર્શન કર્યા, હાથ જોડી પ્રાર્થના કરી

  મુર્મૂ ઓક્ટોબર 2019માં સત્યપાલ મલિક પછી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ નિયુક્ત થયા હતા. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી જીસી મુર્મૂને કાનૂન વ્યવસ્થાનો લાંબો અનુભવ રહ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી (Narendra Modi)ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુર્મૂ ગૃહ વિભાગમાં સચિવ રહ્યા પછી સીએમઓમાં પણ તેમના સચિવ હતા. તે 1985ની બેન્ચના આઈએએસ અધિકારી છે.

  21 નવેમ્બર 1959ના રોજ જન્મેલા મુર્મૂ મુળ રૂપથી ઓડિશાના છે. તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. તેમણે યૂનાઇટેડ કિંગડમની બર્મિઘમન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. મુર્મૂને કેન્દ્ર સરકારમાં વિશ્વાસપાત્ર અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published:August 05, 2020, 23:04 pm

  टॉप स्टोरीज