નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ (Jammu Kashmir LG Manoj Sinha)મનોજ સિન્હાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 3-4 નવેમ્બરે પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)પંચાયતી રાજ વ્યવસ્થા એટલી મજબૂત ન હતી. દેશમાં થ્રી ટિયર સિસ્ટમ છે પણ હું નથી જાણતો કે જમ્મુ કાશ્મીરમાં તે હતી કે નહીં પણ અમે હવે થ્રી ટિયર સિસ્ટમ લાગુ +કરી દીધી છે. 1992માં થયેલા 73માં સંવિધાન સંશોધન પછી સંસદમાં એ વાત કહેવામાં આવી હતી કે દેશમાં થ્રી ટિયર સિસ્ટમ હશે.
મનોજ સિન્હાએ કહ્યું કે હવે 3-4 નવેમ્બરે પંચાચતની ચૂંટણીની તારીખોની જાહેરાત થવા જઈ રહી છે. પંચ, સરપંચ, બીડીસી મેમ્બર, બીડીસી ચેરમેન અને ડીડીસી એટલે કે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલના મેમ્બર અને તેના ચેરમેનની જમીની સ્તરના લોકતંત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા થવાની છે. હવે જિલ્લાના વિકાસ કાર્યો માટે ફક્ત ડીડીસી જવાબદાર નહી રહે પણ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમાં મહત્વની ભૂમિકા ભજવનાર છે.
આ પણ વાંચો - Exclusive: J&Kના વિકાસમાં મિલનો પત્થર સાબિત થશે નવો ભૂમિ કાનૂન : મનોજ સિન્હા
જમ્મુ કાશ્મીરના ગર્વનરે કહ્યું કે જનતામાં વિશ્વાસ ઉભો થઈ રહ્યો છે કે મોદી જી ના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે અને યુવાઓને રોજગાર પણ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે 2025 સુધી 80 ટકા યુવાઓને કોઈના કોઈ પ્રકારે રોજગાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
મનોજ સિન્હાએ કહ્યું કે નવો ભૂમિ કાનૂન પ્રદેશના વિકાસમાં મિલનો પત્થર સાબિત થવાનો છે. તેમણે ભૂમિ સુધારને લઈને કહ્યું કે 70 વર્ષની નિષ્ફળતાઓ છુપાવવા માટે ખોટા પ્રોપેગેન્ડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા ભૂમિ કાનૂનને લઈને કોંગ્રેસ અને અન્ય રાજનીતિક પાર્ટીઓ દ્વારા વિરોધ કરવાને લઈને મનોજ સિન્હાએ કહ્યું કે આ ખોટા પ્રોપેગેન્ડા છે.
Published by:Ashish Goyal
First published:November 02, 2020, 20:41 pm