Home /News /national-international /

J&K: ભારતીય જવાનની વાયરલ તસવીરની આ છે વાસ્તવિક્તા

J&K: ભારતીય જવાનની વાયરલ તસવીરની આ છે વાસ્તવિક્તા

ફૈસલ બશીરે ખેંચેલી એક ભારતીય સૈનિકની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

ફૈસલ બશીરે ખેંચેલી એક ભારતીય સૈનિકની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

    આ તસવીર બે દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક લોકો તેને લેન્ડમાઇન મળવાના કારણે અમરનાથ યાત્રા રોક્યા બાદ ભારતીય સેનાની કાર્યવાહીની તસવીર ગણાવી રહ્યા છે. બીજી તરફ અનેક લોકોએ એવું લખીને શેર કરી છે કે, કાશ્મીરમાં પથ્થરબાજોની વચ્ચે ઘેરાયેલા આ ભારતીય સેનાના જવાનથી આપણે શીખ લેવાની જરૂર છે કે કેવી રીતે વિપરીત પરિસ્થિતિઓનો આપણે અડગપણે સામનો કરવો જોઈએ અને પોતાની ખુદ્દારીને ગુમાવવી ન જોઈએ.

    અહેવાલ લખાયો ત્યાં સુધી આ તસવીરોને ફેસબુક પર એક લાખથી પણ વધુ વર શેર કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત વોટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ તસવીરને ખૂબ શેર કરવામાં આવો રહ્યો છે.

    આ પણ વાંચો, ડોનાલ્ડ 'પેશ્વા' ટ્રમ્પ : અમેરિકન પ્રમુખના આસિસ્ટન્ટે બાજીરાવ મસ્તાનીનો વીડિયો શેર કરતા ધમાલ

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ તસવીર કાશ્મીરના બડગામ જિલ્લાના રહેનારા ફૈસલ બશીરે ખેંચી છે. આ તસવીરને તેણે 2 ઓગસ્ટ 2019ના રોજ ખેંચી હતી. ફૈસલ બશીર અનંતનાગ જિલ્લામાં સ્થિત સરકારી ડિગ્રી કોલેજનો સ્ટુડન્ટ છે. તે ત્યાં બીએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહ્યો છે.

    આ તસવીર તે સમયની છે જ્યારે કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ઘણા લાંબા સમય સુધી ચાલનારા આ એન્કાઉન્ટરની તસવીર લેવા માટે ફૈસલ બશીર અનંતનાગથી શોપિયાં આવ્યો હતો. ફૈસલે જણાવ્યું કે, લગભગ દિવસના દોઢ વાગી રહ્યા હતા. તે સમયે એન્કાઉન્ટર અંદર ચાલી રહ્યું હતું. ગન શોટના અવાજ સંભળાઈ રહ્યા હતા. તમામ રસ્તા અને શેરીઓ એન્કાઉન્ટર તરફ જઈ રહી હતી. તમામ પર નાકાબંધી થઈ ચૂકી હતી.

    આ પણ વાંચો, LoCને વધુ સુરિક્ષત કરવા ભારતીય સેના 'મોટા પગલા'ની તૈયારીમાં : રિપોર્ટ

    બશીર મુજબ, જે ભારતીય સૈનિકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે મૂળે એન્કાઉન્ટર સાઇટથી થોડે દૂર સ્થિત નાકાબંધીની પાસે તહેનાત હતો. દૂર કરવામાં આવેલી નાકાબંધીનો હિસ્સો હતો. તેનું કામ ત્યાંના કેટલાક લોકો જે ભારતીય સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, તેમને રોકવાનું હતું.

    સાથોસાથ ફૈસલે જણાવ્યું કે જે સમયે તેણે આ તસવીર ખેંચી હતી, તે સમયે સ્પેશલ ઓપરેશન ગ્રુપનો એક સૈનિક રસ્તાની બિલકુલ વચ્ચે ખુરશી નાખીને બેઠો હતો. તે સૈનિકના હાથમાં એક ઓટોમેટિક બંદૂક હતી જે દેખાડીને તે સ્થાનિક પ્રદર્શનકર્તાઓને એન્કાઉન્ટર સાઇટ તરફ જતાં રોકી રહ્યો હતો.

    આ પણ વાંચો, ચંદ્રયાન-2એ મોકલી પહેલી તસવીર, જુઓ અંતરીક્ષથી પૃથ્વીનો અદ્ભુત નજારો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Facebook, Jammu and kashmir, Soldier, Viral photo, કાશ્મીર, ભારતીય સેના

    આગામી સમાચાર