કઠુઆ કાંડ: કોર્ટે ત્રણ દોષીને ફટકારી ઉંમર કેદની સજા

કઠુઆમાં ધુમંતૂ લઘુમતિ સમાજની આઠ વર્ષની માસૂમ ઘોડા ચરાવવા માટે જંગલમાં ગઈ હતી. અહીંથી તેનું અપહરણ કરી નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી

News18 Gujarati
Updated: June 10, 2019, 5:03 PM IST
કઠુઆ કાંડ: કોર્ટે ત્રણ દોષીને ફટકારી ઉંમર કેદની સજા
કઠુઆ ગેંગરેપ કેસના દોષીઓને સજા સંભળાવવામાં આવી
News18 Gujarati
Updated: June 10, 2019, 5:03 PM IST
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં પટાનકોટની વિશેષ કોર્ટે કુલ 7 આરોપીઓમાંથી 6ને દોષી જાહેર કરી દીધા છે. તેમાંથી ત્રણ દોષીને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. જેમાં માસ્ટરમાઈન્ડ સાંઝી રામ, પરવેશ અને દિપક ખજૂરિયાને ઉંમર કેદ તથા ત્રણ પોલીસ કર્મીને 5-5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ બધા વચ્ચે પઠાનકોટ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ખીણના કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ તેની હત્યા કરી નાખવાના મામલે પઠાનકોટની ખાસ અદાલત આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ મામલે પૂજારી સાંજી રામ સહિત છ લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમની સજાની પણ જાહેરાત કરવામાં આવી.

દોષિત જાહેર થયેલા લોકોમાં મુખ્ય આરોપી સાંજી રામ, સ્પેશ્યિલ પોલીસ ઓફિસર દીપક ખજુરિયા અને સુરેન્દ્ર કુમાર, રસાના ગામનો પરવેઝ કુમાર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને અને સાંજીનો ભત્રીજા (જેને સગીર બતાવવામાં આવ્યો હતો)નો સમાવેશ થાય છે. જ્યારે સાંજી રામના પુત્ર વિશાલને છોડી મૂકવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી ત્રીજી જૂનના રોજ પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પૂર્ણ થતા જ કોર્ટે આ મામલે ચુકાદો 10મી તારીખે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ કેસમાં પઠાનકોટ વિશેષ કોર્ટમાં જૂન 2018થી સુનાવણી શરૂ થઈ હતી. ઘાટીમાં મામલાએ વધારે ગરમી પકડી લેતા સુપ્રીમ કોર્ટે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ચલાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં આ કેસ પઠાનકોટ કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો.

આઠમાંથી સાત આરોપીઓ પર હત્યા અને દુષ્કર્મનો આરોપ
પઠાનકોટ કોર્ટમાં આઠ આરોપીઓમાંથી સાત સામે હત્યા અને દુષ્કર્મનો આરોપ છે. જ્યારે આ કેસમાં સગીર આરોપી સામે કેસ શરૂ નથી થયો. હાલ તેની ઉંમરની અરજી પર જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ નિર્ણય સંભળાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાતેય આરોપીઓને દોષિત જાહેર થશે તો તેમને ઓછામાં ઓછી ઉંમર કેદ અને વધુમાં વધુ ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

શું હતો કેસ?

કઠુઆમાં ધુમંતૂ લઘુમતિ સમાજની આઠ વર્ષની માસૂમ ઘોડા ચરાવવા માટે જંગલમાં ગઈ હતી. અહીંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાળકીને એક મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ બાળકી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે મંદિરના પૂજારી તેમજ બે પોલીસકર્મી સહિત આઠ લોકોની ગુનામાં સંડોવણીના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલાના ઘેરા પ્રત્યાઘાતો આખા દેશમાં પડ્યા હતા. અનેક શહેરોમાં લોકો બાળકીને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યાં હતા.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...