જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 1 જેસીઓ સહિત 5 સૈનિક શહીદ

રાજૌરીમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ. (પ્રતીકાત્મક તસવીર)

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

 • Share this:
  શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સ્થિત ડેરાની ગલી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં (Jammu Kashmir Encounter) એક જેસીઓ સહિત પાંચ સૈનિક શહીદ (5 Soldiers Martyr) થયા છે. સુરક્ષા દળોએ (Security Forces) વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

  રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરનકોટમાં ડીકેજીની પાસે એક ગામમાં વહેલી સવારે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ભારે હથિયારોની સાથે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પાર કરી ચરમેરના જંગલમાં છુપાયા હોવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળે વધારાના દળ મોકલવામાં આવ્યા છે, જેથી આતંકવાદીઓને ભાગવાના તમામ રસ્તા બંધ કરી શકાય.

  મળતી જાણકારી મુજબ, લગભગ 4 આતંકવાદી (Terrorost) સરહદ પાર કરીને પુંછ પહોંચ્યા હતા અને ત્યારબાદ કાશ્મીર ઘાટી (Kashmir Valley) જવા રવાના થયા હતા. મુગલ રોડની પાસે ડેરાની ગલી વિસ્તારમાં સુરક્ષા દળોએ ચારેય આતંકવાદીઓને ઘેરી લીધા. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ ફાયરિંગમાં પાંચ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમને અંતિમ શ્વાસ લીધા. સુરક્ષા દળોએ તેની સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને એન્કાઉન્ટર (Encounter) હાથ ધરવામાં આવી રહ્યું છે.  સવારે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

  આ પહેલા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ (Anantnag) અને બાંદીપોરામાં (Bandipora) થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને (Terrorists) ઠાર માર્યા છે. રવિવારની મોડી રાત્રે અનંતનાગના ખાહગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓ છુપાવવાની સૂચના મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન ઘાયલ થયા છે.

  આ પણ વાંચો, દરેક વિરોધ પછી વધારે મજબૂત થાય છે PM મોદી, જનતા ચટ્ટાનની જેમ સાથે છે: અમિત શાહ

  બીજું એન્કાઉન્ટર બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડ જહાંગરીમાં થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળતાં ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં પણ એક આતંકી ઠાર મરાયો છે, જેની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે. તે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો.
  Published by:Mrunal Bhojak
  First published: