J&K: કુપવાડામાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, ઓપરેશનમાં ત્રણ જવાન શહીદ

(ફાઇલ તસવીર)

LoC પર આતંકવાદીઓ ઘૂસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, બે ઘૂસણખોરો ઠાર મરાયા

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કુપવાડા (Kupwara)માં સ્થિત માછિલ સેક્ટરમાં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે નિયંત્રણ રેખા (Line of Control - LoC) પર ચાલેલા ઓપરેશનમાં સેના બે અને બીએસએફના એક જવાન શહીદ થયા છે. મૂળે અહીં સરહદ પારથી કેટલાક આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષાદળોએ જોકે તેમને રોકી દીધા. સુરક્ષાદળોના આ ઓપરેશનમાં બે ઘૂસણખોરો પણ માર્યા ગયા છે.

    બીએસએફ (Border Security Force - BSF) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 7 અને 8 નવેમ્બર વચ્ચેની રાત્રે લગભગ એક વાગ્યે 169મી બટાલિયને પેટ્રોલિંગ દરમિયાન માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરીની કેટલીક હલચલ જોઈ. તેઓએ ઘૂસણખોરીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. બીએસએફના જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો અને બે આતંકીઓને ઠાર માર્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીએસએફની ફાયરિંગથી એક આતંકી ઘટનાસ્થળે જ ઠાર મરાયો હતો, જ્યારે બાકી આતંકી પહાડીઓ પાછળ છુપાવવામાં સફળ રહ્યા.

    આ પણ વાંચો, અમિત શાહ હવે નક્સલીઓનો ગાળિયો કસવા સક્રિય, આવતા વર્ષે 3 રાજ્યમાં સફાયાનું લક્ષ્ય

    આ પણ વાંચો, રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ હવે 5 લાખ ભારતીયોને અમેરિકાની નાગરિકતા આપી શકે છે જો બાઇડન


    એવામાં આતંકવાદીઓની મદદ માટે તે સમયે પાકિસ્તાની ચોકી (Pakistani Posts)ઓ તરફથી ફાયરિંગ (Firing) શરૂ થઈ ગયું. આ ફાયરિંગમાં બીએસએફ (BSF)ના જવાન સુદીપ કુમારને ગોળી વાગી ગઈ. સુદીપની બહાદુરીનો ઉલ્લેખ કરતાં બીએસએફે જણાવ્યું કે, સુદીપે ઘાયલ હોવા છતાંય પોતાના જીવની ચિંતા કર્યા વગર લડાઈ ચાલુ રાખી અને આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા. આ દરમિયાન મદદ માટે સેના (Indian Army)ના જવાન પણ ત્યાં પહોંચી ગયા અને આસપાસના વિસ્તારોની તલાશી શરૂ કરી દીધી. આતંકવાદીઓની પાસે એક AK-47, બે બેગ જપ્ત કરવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: