LoC પર ભારતીય સેનાએ ઠાર કર્યા બે હથિયારબંધ ઘુસણખોર, ત્રણ જવાન પણ શહીદ

પ્રતિકાત્મક તસવીર

આ ઘુસણખોરો સાથે લડાઈ સમયે ત્રણ જવાન પણ શહીદ થયા છે. આ દરમ્યાન એક જવાન ગંભીર રીતે ઘાયલ પણ થયો છે.

  • Share this:
    જમ્મૂ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ભારતીય સેનાએ ઘર્ષણમાં બે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા છે. આ દરમ્યાન ભારતીય સેનાના ત્રણ જવાન પણ શહીદ થઈ ગયા છે. સુંદરબની સેક્ટરમાં સુરક્ષાદળની કાર્યવાહીમાં ઘુસણખોરો પાસેથી એકે47 રાયફલ અને મોટી માત્રામાં વિસ્ફોટક પણ મળી આવ્યો છે.

    એક સૈન્ય અધિકારીએ નામ નહી છાપવાની શરતે કહ્યું કે, મારવામાં આવેલા ઘુસણખોરોને બોર્ડર એક્શન ટીમ(બીએટી)ના સભ્ય માનવામાં આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાન સેનાના જવાન અને પ્રશિક્ષિત આતંકવાદી સામેલ હોય છે.

    તેમના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાને બપોરે 1.45 કલાકે નિયંત્રણ રેખા પાસે સુંદરબની સેક્ટરમાં હથિયારબંધ ઘુસણખોરો સાથે ઘર્ષણ થયું. ગશ્તી દળે બે ઘુસણખોરોને ઠાર કર્યા છે, અને તેમની પાસેથી યુદ્ધ જેવો સામાન, જેમાં બે એકે 47 રાયફલ પણ સામેલ છે, જે કબ્જે લઈ લેવામાં આવી છે.

    તેમણે જણાવ્યું કે, આ ઘુસણખોરો સાથે લડાઈ સમયે ત્રણ જવાન પણ શહીદ થયા છે. આ દરમ્યાન એક જવાન ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. જેને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સેના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    પ્રવક્તાએ જણાવ્યું કે, ઘાયલ સૈનિકની હાલત હવે સ્થિર છે. તેમણે જણાવ્યું કે, ઘર્ષ જે વિસ્તારમાં થયું તેની આસપાસના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે, અને તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ઘર્ષણ સમયે અન્ય પોસ્ટો પર પણ તત્કાલીન પગલા ભરી ઘેરાબંધ કરી દેવામાં આવી છે. હાલમાં તમામ જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
    Published by:kiran mehta
    First published: