Shopian Encounter: પોલીસના એક અધિકારી જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષા દળોએ શોપિયાં (Shopian)નાં ચૌગામમાં (Chowgam)ઘેરાબંધી કરી શોઘખોળ અભિયાન શરૂ કર્યું.
Shopian: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના શોપિયાંનાં ચૌગામ (Chowgam)માં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદી (Terrorists)ઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ દરમિયાન બે આંતકીઓને ઠાર કરવામાં આવ્યા. આ વાતની માહિતી કશ્મીર ઝોન પોલીસે આપી છે. પોલીસે કહ્યું કે ઘટના પરથી હથિયાર અને ગોલા-બારૂદ મળી આવ્યા હતા. શુક્રવારે અનંતનાગમાં પણ સુરક્ષા દળો એ એક આંતકવાદીને માર્યો હતો
CRPFના સૂત્રોએ જણાવ્યું કે, માર્યા ગયેલા બંને આંતકીની ઓળખ સાજિદ અહમદ અને બાસિત નજીર તરીકે થઈ છે. મૃતકો પાસે 2 AK-47, એક પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવી હતી.
સૂત્રો અનુસાર, છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન આંતકીને મારવામાં આવ્યા હતા. આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના અક આંતકીને ગતરોજ અનંતનાગ વિસ્તારમાં ઠાર કરાયો હતો.
પોલીસના એક અધિકારી જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષા દળોએ શોપિયાંનાં ચૌગામમાં (Chowgam)ઘેરાબંધી કરી શોઘખોળ અભિયાન શરૂ કર્યું. તેમણે કહ્યું કે દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ગોળી ચલાવી, પછી સુરક્ષા બળોએ પણ જવાબી કાર્યવાહી કરી.
LeTના સહયોગી એક દિવસ પહેલા થયા ગિરફ્તાર સુરક્ષા બળોએ શુક્રવારને જમ્મુ- કાશ્મીરના બડગામ જીલ્લાના લશ્કર-એ-તૈયબા આતંકવાદીઓના બંને સહયોગીઓને ગીરફતાર અને તેમના પાસેથી ગોળા બારૂદ જપ્ત કરાયા હતા. પોલીસે આ માહિતી આપી છે. બંનેની ઓળખ ઈમરાન મજીદ મગરે અને આકિબ અમીન કરવામાં આવી છે. બંને માગ્રે મોહલ્લા મોચવાના નિવાસી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર