આતંકીઓ ઉશ્કેરાયા, લાલ ચોક પાસે CRPFની ટીમ પર ગ્રેનેડ હુમલો, 11 લોકો ઈજાગ્રસ્ત

આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફી મચી ગઈ છે. ઘટના બાદ સુરક્ષાદળોએ પુરા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

News18 Gujarati
Updated: February 11, 2019, 7:46 AM IST
આતંકીઓ ઉશ્કેરાયા, લાલ ચોક પાસે CRPFની ટીમ પર ગ્રેનેડ હુમલો, 11 લોકો ઈજાગ્રસ્ત
ફોટો - ANI
News18 Gujarati
Updated: February 11, 2019, 7:46 AM IST
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા સળંગ સફળ ઓપરેશન પાર પાડતા ઉશ્કેરાયેલા આતંકીઓએ રવિવારે શ્રીનગરના લાલ ચોક પાસે પલ્લાડિયમ લેનમાં સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડથી હુમલો કરી દીધો. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન, જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર પોલીસકર્મી અને 4 સામાન્ય નાગરીક ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફી મચી ગઈ છે. ઘટના બાદ સુરક્ષાદળોએ પુરા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે, અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.


8 કલાકના ઓપરેશન બાદ સુરક્ષાદળોએ મેળવી હતી મોટી સફળતા
તમને જણાવી દઈએ કે, દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાએ રવિવારે એક મોટા ઓપરેશનમાં પાંચ આતંકવાદીને ઠાર કર્યા છે.

આઠ કલાકથી વધારે સમય ચાલેલી અથડામણમાં સેનાએ આ તમામ આતંકીઓને ઠાર કર્યા છે. મારવામાં આવેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોએ મોટી માત્રામાં હથિયાર, ગોળા-બારૂદ અને અન્ય સામાન કબ્જે કર્યો છે.

આતંકીઓની લાસ તેમના પરિવારને સોંપી દેવામાં આવી છે. આ પહેલા મેડિકલ અને કાનૂની ઔપચારિકતાને પુરી કરવામાં આવી હતી
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...