J&K: લાલ ચોક પાસે સુરક્ષાદળોને નિશાન બનાવી ગ્રેનેડ હુમલો, એકનું મોત, 13 ઘાયલ

News18 Gujarati
Updated: November 4, 2019, 2:46 PM IST
J&K: લાલ ચોક પાસે સુરક્ષાદળોને નિશાન બનાવી ગ્રેનેડ હુમલો, એકનું મોત, 13 ઘાયલ
શ્રીનગરના લાલ ચોકમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે

શ્રીનગરના લાલ ચોકમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે

  • Share this:
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગરમાં ગ્રેનેડ હુમલા (Grenade Attack)ના સમાચાર આવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, લાલ ચોક પાસે આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે.

મળતા અહેવાલો મુજબ, શ્રીનગરના લાલ ચોકની પાસે હરિ સિંહ સ્ટ્રીટ ભીડવાળો વિસ્તાર છે. આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અહીં ગ્રેનેડ ફેંક્યો, પરંતુ તે રસ્તાના કિનારે જઈને પડ્યો. અનેક નાગરિકો તેની ઝપેટમાં આવી ગયા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કાશ્મીરમાં સુરક્ષાદળોને નિશાન બનાવવાનું સતત ચાલુ છે. સુરક્ષાદળો પર આ હુમલો જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વિભાજીત કરવાના નિર્ણયને લાગુ કર્યાના ચાર દિવસ બાદ કરવામાં આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહમાં આ બીજો ગ્રેનેડ હુમલો છે. આ પહેલા 29 ઑક્ટોબરે પુલવામામાં સીઆરપીએફની એક પેટ્રલલિંગ પાર્ટી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. પુલવામાના દ્રબગામમાં પરીક્ષા કેન્દ્રની પાસે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જોકે, આ હુમલામાં કોઈ ઘાયલ નહોતું થયું.

આ પણ વાંચો,

મુંબઈ-પુણે જૂના હાઈવે પર બસ ખીણમાં પડતાં 5 લોકોનાં મોત, 30 ઘાયલ
અમિત શાહને મળ્યા બાદ ફડણવીસે કહ્યુ, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે
Published by: Mrunal Bhojak
First published: November 4, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading