અંધશ્રદ્ધાના કારણે પૌત્રએ સાંકળોથી ઢોર માર મારી દાદા-દાદીની કરી ક્રૂર હત્યા

News18 Gujarati
Updated: July 14, 2019, 10:04 AM IST
અંધશ્રદ્ધાના કારણે પૌત્રએ સાંકળોથી ઢોર માર મારી દાદા-દાદીની કરી ક્રૂર હત્યા
પ્રતીકાત્મક તસવીર

આરોપીએ માતા-પિતા સાથે મારપીટ કરતાં તેઓ ઘર છોડી જતાં રહ્યા, દાદા-દાદીને એકલા જોઈ જાગ્યું અંધવિશ્વાસનું ભૂત

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાયેલા 19 વર્ષીય યુવકે શુક્રવાર મોડી રાત્રે પોતાના દાદા-દાદીની લોખંડની સાંકળોથી ઢોર માર મારીને હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ ચાંદ રામ (85) અને તેમની પત્ની સંયોગિતા (75) તરીકે થઈ છે.

પોલીસે આરોપી પૌત્રની વિરુદ્ધ મામલો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ પોલીસની આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરી રહી છે. આરોપી હિમાચલ પ્રદેશમાં મિસ્ત્રીનું કામ કરતો હતો. મળતી માહિતી મુજબ તે ચાર-પાંચ દિવસ પહેલા ઘરે આવ્યો હતો અને સતત વિચિત્ર હરકતો કરી રહ્યો હતો.

માતા-પિતાની સાથે કરી હતી મારપીટ

દાદા-દાદીની હત્યા પહેલા આરોપીએ પોતાના માતા-પિતા સાથે મારપીટ કરી હીત. જેના કારણે બંને સંબંધીઓના ઘરે રહેવા જતા રહ્યા હતા. ઘરમાં દાદા-દાદીને એકલા જોઈને સાહિલે ઘરની નજીક એક દેવી મંદિરમાં રાખવામાં આવેલી લોખંડની સાંકળોથી બાંધીને તેમની ઢોર માર મારીને હત્યા કરી દીધી.

આ પણ વાંચો, નિષ્ઠુર માતાએ બે મહિનાના બાળકને મરવા માટે ઉંદરો વચ્ચે છોડી દીધું

અંધવિશ્વાસના કારણે હત્યા કરી
Loading...

પોલીસે જણાવ્યું કે યુવક કંઈ પણ ઠીક રીતે નથી જણાવી રહ્યો. મામલાની તપાસ ચાલી રહી છે. તેઓઅ જણાવ્યું કે યુવકે અંધશ્રદ્ધાના કારણે દાદા-દાદીની હત્યા કરી.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...