j&K ક્રિકેટ કૌભાંડ: ફારૂખ અબદુલ્લા વિરૂદ્ધ CBIએ દાખલ કરી ચાર્જશીટ

  • Share this:
    વર્ષ 2012માં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલ 113 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં સોમવારે સીબીઆઈ તરફથી મુખ્ય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી. આ ચાર્જશીટમાં સીબીઆઈએ પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાનું નામ પણ સામેલ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ રજૂ કરતી વખતે અબ્દુલ્લાને છોડીને બધા જ આરોપીઓ કોર્ટમાં હાજર હતા. કોર્ટે આનાથી પહેલા ચાર્જશીટને સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દીધો હતો કેમ કે બધા આરોપી હાજર નહતા. સોમવારે પણ પૂર્વ સીએમ ગેરહાજરીને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. કોર્ટે આ મામલે હવે પૂર્વ સીએમ વિરૂદ્ધ વોરંટ રજૂ કરી શકે છે.

    આ મામલો 2012માં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં લગભગ 113 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે જોડાયેલ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એપ્રિલ 2002થી ડિસેમ્બર દરમિયાન જેકેસીએને આ રકમ ટ્રાન્સફર કરી હતી, પરંતુ ફંડની રકમને કથિત રીતે ગાયબ કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટે પાછલા વર્ષે 9 માર્ચે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપીને કહ્યું કે, પોલીસ તપાસમાં ઝડપી કરવામાં આવી રહી નથી અને વિશ્વસનિયતાનો અભાવ છે.

    સીબીઆઈએ તપાસ પૂરી કરવા માટે સમય મર્યાદા વધારવા માટે ઘણી વખત આવેદન આપ્યા. પાછલી વખત સીબીઆઈએ સમયસીમા વધારવાની માંગ કરી તો બાકીના પક્ષોએ સખ્ત વિરોધ કર્યો અને કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીને ફેબ્રુઆરીમાં મામલે અંતિમ તક આપી હતી.
    Published by:Mujahid Tunvar
    First published: