Home /News /national-international /J&K ELECTION: જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન કમિશનનો માસ્ટર પ્લાન, મતદાન મથક સુધી પહોંચ્યા વિના આપી શકાશે વોટ

J&K ELECTION: જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન કમિશનનો માસ્ટર પ્લાન, મતદાન મથક સુધી પહોંચ્યા વિના આપી શકાશે વોટ

ચૂંટણી પંચ

Jammu Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે તેવા સંકેતો વચ્ચે, ચૂંટણી પંચે સોમવારે તમામ પક્ષોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા છે, જ્યાં તેમને નવા વોટિંગ મશીન (NEW EVM)નું ટેકનિકલ પ્રદર્શન આપવામાં આવશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Jammu and Kashmir, India
  JAMMU KASHMIR ELECTION: જમ્મુ કશ્મીરમાં ચૂંટણીને લઈને આ વખતે નવા સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે તેવા સંકેતો વચ્ચે, ચૂંટણી પંચે સોમવારે તમામ પક્ષોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા છે, જ્યાં તેમને નવા વોટિંગ મશીન (NEW EVM)નું ટેકનિકલ પ્રદર્શન આપવામાં આવશે.
  મતદાન મથક સુધી પહોંચ્યા વિના મતદાન 


  ઉલ્લેખનીય છે કે ન્યૂઝ18એ આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. જોકે ચૂંટણી પંચે હજુ સુધી આ બેઠક કે EVM ના પ્રદર્શનને વિધાનસભા ચૂંટણી સાથે કનેક્શન શોધ્યુ નથી. આ પ્રદર્શનો માટે પીડીપી અને નેશનલ કોન્ફરન્સને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે.  કેન્દ્ર સરકાર માટે આવી સ્થિતિમાંસોમવારે કયા પક્ષો આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.


  આ પગલું નવા EVM પ્ર્વસીઓને મતદાન મથક સુધી પહોંચ્યા વિના તેમનો મત આપવા સક્ષમ બનાવશે, જેને ખીણમાં ચૂંટણી યોજવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે.

  370 નાબૂદ કર્યા પછી પહેલી ચૂંટણી

  જમ્મુ અને કાશ્મીરની અંતિમ મતદાર યાદી 25 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી, જેનાથી ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. કલમ 370 ની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી અને 2019 માં જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી આ વખતે રાજ્યમાં પ્રથમ ચૂંટણી યોજાશે.

  દેખીતી રીતે જ અહીં મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના હજારો કર્મચારીઓ અહીં તૈનાત કરવામાં આવશે.

  આ પણ વાંચો: રાજકોટમાં 10 કરોડથી વધારેના પતંગ-દોરા વેચાઈ ગયા! એનાથી પણ મોટો છે આ ધંધો, કરોડોની કમાણી

  2018 માં ભાજપે ટેકો પાછો ખેંચ્યો

  સામાન્ય રીતે રાજ્યમાં એક મહિનાથી ચૂંટણીનો કાર્યક્રમ ચાલતો હોય છે.  2018માં ભાજપે મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની ગઠબંધન સરકારને ટેકો પાછો ખેંચી લીધો ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ નથી.

  " isDesktop="true" id="1320188" >

  અહીં લગભગ ત્રણ વર્ષના ગેપ બાદ મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ આ કામ છેલ્લી વખત 1 જાન્યુઆરી, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. કલમ 370ની જોગવાઈઓ નાબૂદ થયા બાદ મતદાર યાદી અપડેટ થઈ શકી નથી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Election commission, Jammu Kashmir, Jammu Kashmir Election

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन