Blast in Jammu-Kashmir's Udhampur:ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વિસ્ફોટનું કારણ શોધી કાઢવામાં આવી રહ્યું છે, ઉધમપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું હતું કે તપાસ બાદ જ ખબર પડશે કે વિસ્ફોટની તીવ્રતા કેટલી હતી.
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના ઉધમપુર જિલ્લાના સ્લથિયા ચોકમાં બુધવારે બ્લાસ્ટ (Blast in Jammu-Kashmir's Udhampur) થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 13 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્ફોટ એક શાકભાજી વેચનારની ગલીમાં થયો હતો. કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જિલ્લાના તહસીલ કાર્યાલય પાસે એક શેરી સ્ટોલમાં વિસ્ફોટ થતાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓ આ બાબતે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. ઉધમપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Blast explosion around “Rehri” near Tehsildar office at #Udhampur. One life lost, 13 injured being moved to hospital.I am in touch with D.C Smt Indu Chib on minute to minute basis. Exact cause and origin of the blast being worked out..too early to draw any definite conclusion.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 9, 2022
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 50 થી 100 મીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ ઘટનાસ્થળની નજીકના રેકડી લગવનારાઓ સાથે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ વિસ્ફોટ કાં તો ડિટોનેટર અથવા ફળોને પકવવા માટે વપરાતા કેમિકલના કારણે હોઈ શકે છે.
આ અગાઉ 6 માર્ચની સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના અમીરાકદલ વિસ્તારના રવિવાર બજારમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં બે નાગરિકોના મોત થયા હતા, જ્યારે 23 ઘાયલ થયા હતા. ઘાયલોમાં 17 મહિલાઓનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ રવિવાર બજારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો, જે રોડ પર પડ્યો હતો. ગ્રેનેડમાંથી નીકળેલી શ્રાપનેલ ત્યાંથી પસાર થતા લોકો તરફ જવા લાગી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર