Home /News /national-international /JAMMU KASHMIR: પૃથ્વી પરના સ્વર્ગમાં આવ્યું બરફનું તોફાન! જિંદગીમાં ક્યારેય ન જોયો હોય એવો નજારો, જુઓ VIDEO
JAMMU KASHMIR: પૃથ્વી પરના સ્વર્ગમાં આવ્યું બરફનું તોફાન! જિંદગીમાં ક્યારેય ન જોયો હોય એવો નજારો, જુઓ VIDEO
jammu kashmir
JAMMU KASHMIR AVALANCHE: જમ્મુ-કાશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા બાદ બાંદીપોરા સહિત 12 જિલ્લાઓ માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે. એવામાં સોશ્યલ મીડિયામાં બરફના તોફાનનો એક VIDEO વાયરલ થયો છે,
JAMMU KASHMIR AVALANCHE: જમ્મુ-કાશ્મીરના કેટલાક દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. રાજ્યનાં ગાંદરબલ સ્થિત સરબલમાં શનિવારે ભીષણ હિમપ્રપાતની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. છેલ્લા બે દિવસમાં આ હિલ સ્ટેશનમાં હિમસ્ખલનની આ બીજી ઘટના છે. આ પહેલા સોનમર્ગ જિલ્લાના ગાંદરબલમાં એક કન્સ્ટ્રક્શન કંપનીના સ્થળે ગુરુવારે હિમપ્રપાતમાં કિશ્તવાડના બે મજૂરોના મોત થયા હતા. ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હિમપ્રપાતના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બરફના વિશાળ વાદળો બેરેક તરફ આગળ વધી રહ્યા છે. આ જોઈને ડરી ગયેલા લોકો બૂમો પાડતા બિલ્ડિંગ તરફ દોડી ગયા હતા. દરમિયાન, બરફની જાડી ચાદર સંપૂર્ણપણે બેરેકને ઘેરી લે છે.
#WATCH | J&K: A low-intensity avalanche has hit the Sarbal area in Ganderbal. No casualties were reported.
તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, એક કન્સ્ટ્રક્શન કંપનીના બેરેક પાસે તાજેતરમાં જ હિમસ્ખલન થયું હતું, જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે ઝોજિલા ટનલનું નિર્માણ કરતી કન્સ્ટ્રક્શન કંપનીના જનરલ મેનેજર હરપાલ સિંહે જણાવ્યું કે તમામ કામદારો સુરક્ષિત છે.
12 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી
SDMA અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગામી 24 કલાકમાં કુપવાડા જિલ્લામાં 2,000 મીટરથી ઉપરના વિસ્તારોમાં ઉચ્ચ સ્તરીય જોખમ સાથે હિમપ્રપાત થવાની સંભાવના છે." આગામી 24 કલાકમાં બાંદીપોરા, બારામુલ્લા, ડોડા, ગાંદરબલ, કિશ્તવાડ, પૂંચ, રામબન અને રિયાસી જિલ્લામાં 2,000 મીટરથી વધુની ઉંચાઈ સાથે 'મધ્યમ ભય' સાથે હિમપ્રપાતની સંભાવના છે. આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા બાદ બાંદીપોરા સહિત 12 જિલ્લાઓ માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર