Home /News /national-international /'જમ્મુ-કાશ્મીર અને લદાખ અમારા હતા, છે અને રહેશે,' UNમાં ઇમરાન ખાનના જુઠ્ઠાણા પર ભારત જડબાતોડ જવાબ
'જમ્મુ-કાશ્મીર અને લદાખ અમારા હતા, છે અને રહેશે,' UNમાં ઇમરાન ખાનના જુઠ્ઠાણા પર ભારત જડબાતોડ જવાબ
સ્નેહા દુબે.
India at UNGA: UNGAમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબેએ કહ્યું કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે.
સંયુક્ત રાષ્ટ્ર: અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ પડાવમાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન (India at UNGA) કરશે. આ પહેલા ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) તરફથી કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપ્યો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. સાથે જ ભારતે ફરી એકવાર પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરી રહ્યું હોવાની વાત કહી છે.
ભારતે કહ્યુ કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પણ પણ ભાર આપવામાં આવ્યો કે પાકિસ્તાન તરફથી ગેરકાયદે કબજો જમાવેલો છે તે વિસ્તાર પણ ભારતનો હિસ્સો છે. ભારતે યૂએનને કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ 'ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા છે અને હંમેશા રહેશે.'
UNGAમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબે (First Secretary Sneha Dubey)એ કહ્યુ કે, "આજે પણ પાકિસ્તાનના વડાપ્રધાનને આતંકવાદની ઘટનાઓને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળ્યા. આધુનિક દુનિયામાં આતંકવાદનો આવો બચાવ સ્વીકાર્ય નથી." મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો એક રેકોર્ડ કરેલો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. ઇમરાને પોતાના ભાષણમાં 13 વખત કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જનાજા અંગે જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Entire UTs of Jammu&Kashmir & Ladakh were, are & will always be integral & inalienable part of India. This includes areas that are under illegal occupation of Pakistan. We call upon Pakistan to immediately vacate all areas under its illegal occupation: First Secretary Sneha Dubey pic.twitter.com/bYPdrdpy1H
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક (Quad Summit) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ન્યૂયોર્ક (New York) પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે પીએમ મોદી UNGAને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે (PM Modi US tour) વૉંશિગટન પહોંચ્યા હતા. કોવિડ-19 પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
બાઇડને એવું તો શું કહ્યુ કે પીએમ મોદી પણ હસી પડ્યા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે પ્રથમ મુલાકાત થઈ હતી. પીએમ મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પોતાના 'ઇન્ડિયા કનેક્શન' વિશે જણાવ્યું હતું. તેમણે બાઇડન 'સરનેમ' વાળા એક વ્યક્તિ વિશે એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે, 1972માં પ્રથમ વખથ સિનેટર તરીકે ચૂંટાઈ આવ્યો ત્યારે આ વ્યક્તિએ મને પત્ર લખ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર