Home /News /national-international /

J&K: LOC પર BSFએ જપ્ત કર્યા હથિયારો અને ડ્રગ્સનો જથ્થો

J&K: LOC પર BSFએ જપ્ત કર્યા હથિયારો અને ડ્રગ્સનો જથ્થો

ડ્રગ્સ અને હથિયારનો જથ્થો ઝડપાયો

Jammu Kashmir: અધિકારીઓ (BSF)એ જણાવ્યું હતું કે કોથળામાંથી પાંચ મેગેઝિન, ત્રણ એકે રાઇફલ, સાત ગોળીઓ સાથે ચાર પિસ્તોલ, હેરોઇનના પાંચ પેકેટ અને થોડો દારૂગોળો (arms and drugs seized) મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન એક કોથળો મળ્યો જેના પર કરાચી (karachi) ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ લખવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    મ્મુ. સરહદ સુરક્ષા દળ (BSF)એ સોમવારે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી શસ્ત્રો અને નાર્કોટિક હેરોઇન (arms and drugs)નો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જથ્થો ચમલિયાલ સરહદ ચોકી નજીક સરકાંડ (જંગલી ઘાસ)માં છુપાયેલી સફેદ કોથળીમાંથી મળી આવ્યો હતો.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે કોથળામાંથી પાંચ મેગેઝિન, ત્રણ એકે રાઇફલ, સાત ગોળીઓ સાથે ચાર પિસ્તોલ, હેરોઇનના પાંચ પેકેટ અને થોડો દારૂગોળો મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન એક કોથળો મળ્યો જેના પર કરાચી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ લખવામાં આવ્યું હતું.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી તાત્કાલિક ખાતરી થઈ શકી નથી કે આ માલ ડ્રોન દ્વારા પડતો મૂકવામાં આવ્યો હતો કે સરહદ પારથી શસ્ત્રો અને ડ્રગ તસ્કરો દ્વારા અહીં લાવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: Corona Effect in Ahmedabad: કોરોનાના કેસોમાં વધારો થતાં ટ્યુશન કલાસીસ ફરી થશે બંધ?

    રવિવારે એવી માહિતી મળી હતી કે જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની આતંકવાદી (Pakistan Terrorist)ને ભારતીય સેનાએ મારી નાખ્યો હતો.

    આ પણ વાંચો: Vadodara: સગર્ભાઓ જો કોરોના સંક્રમિત થાય તો પ્રસૂતિની સારવાર માટે સયાજી હોસ્પિટલનો સજ્જ

    સેનાએ માહિતી આપી હતી કે કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા એલઓસી પર નવા વર્ષે એક આતંકવાદી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેને સેનાએ મારી નાખ્યો હતો. ભારતીય સેના (indian army)એ પાકિસ્તાની સેના પર આ ઘટનાને લઈને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવ્યો છે.

    આ પણ વાંચો: COVID 19 Vaccine: 18 વર્ષથી નીચેના બાળકો માટે આ રીતે બુક કરો વેક્સિનેશન સ્લોટ

    જીઓસી 28 ડિવિઝનના મેજર જનરલ અભિજીત એસ પેન્ઢરકરે જણાવ્યું હતું કે સૈન્ય ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શબ્બીર મલિક તરીકે થઈ છે જે કપુવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં તેની હત્યા કરી હતી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Arms, BSF, Jammu Kashmir, દેશ વિદેશ, ભારતીય સેના Indian Army

    આગામી સમાચાર