જમ્મુ કાશ્મીર : 4 દિવસમાં ત્રીજી મોટી અથડામણ, શોપિયાંમાં સુરક્ષાદળોએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યા

News18 Gujarati
Updated: June 10, 2020, 7:26 PM IST
જમ્મુ કાશ્મીર : 4 દિવસમાં ત્રીજી મોટી અથડામણ, શોપિયાંમાં સુરક્ષાદળોએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીર : 4 દિવસમાં ત્રીજી મોટી અથડામણ, શોપિયાંમાં સુરક્ષાદળોએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યા

સુરક્ષાદળોએ છેલ્લા ચાર દિવસમાં 14 આતંકવાદીઓને ઠાર કર્યા

  • Share this:
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના શોપિયાં (Shopian) જિલ્લામાં સુરક્ષા દળોએ બુધવારે અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ આતંકવાદીઓની ઓળખ થઈ નથી અને તે કયા સંગઠન સાથે જોડાયેલા છે તેના વિશે પણ જાણકારી મળી નથી. આ સાથે સુરક્ષાદળોએ છેલ્લા ચાર દિવસમાં 14 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના સુગૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની પાક્કી સૂચના મળ્યા પછી સવારે તે વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરુ કરી પછી અથડામણ શરુ થઈ હતી.

ચાર દિવસમાં ત્રીજી મોટી અથડામણ

શરુઆતની અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા અને અંતિમ રિપોર્ટ મળ્યા સુધી સુરક્ષાદળોએ ત્રણ બીજા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. શોપિયાંમાં ચાર દિવસમાં આ ત્રીજી મોટી અથડામણ છે. રવિવાર અને સોમવારે સુરક્ષાદળોની સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો - એમએસ ધોનીએ બચાવ્યો પક્ષીનો જીવ, પુત્રી ઝીવાએ પોસ્ટ કરી તસવીર

આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના દામલ હંજિપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે થયેલા અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. અથડામણને લઈને કુલગામ અને શોપિયાં જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને સંપુર્ણ રીતે બંદ કરી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ વર્ષના શરુઆતથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા 101 થઈ ગઈ છે, પરંતુ સુરક્ષા દળોને આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન શાંતિ બનાવી રાખવા માટેના પ્રયાસોની ભારી કિંમત ચુકવવી પડી છે. આ દરમિયાન કેટલાય અધિકારીઓ સહિત 29 સુરક્ષા કર્મીઓ શહીદ થયા છે.
First published: June 10, 2020, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading