Home /News /national-international /Jammu Kashmir: કાશ્મીરી પંડિતોની હત્યાનો બદલો લીધો, સેનાએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર, હથિયારો જપ્ત
Jammu Kashmir: કાશ્મીરી પંડિતોની હત્યાનો બદલો લીધો, સેનાએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર, હથિયારો જપ્ત
જમ્મુ કશ્મીર
Jammu Kashmir Terrorists Killed: જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ ત્રણ આતંકીઓને સેના દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
JAMMU KASHMIR SHOPIAN: જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં મૂંઝ માર્ગ વિસ્તારમાં આજે એટ્લે કે 20 ડિસેમ્બરે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. એડીજીપી કાશ્મીર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલ ત્રણ આતંકીઓ શોપિયાના લતીફ લોન અને અનંતનાગના ઉમર નજીરના રૂપે ઓળખાયા હતા.
કાશ્મીરી પંડિતની હત્યા
લતીફ લોન કાશ્મીરી પંડિત કૃષ્ણા ભટની હત્યા અને ઉમર નજીર નેપાળના તીલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતા. આતંકીઓ પાસેથી એક એકે 47 રાઇફલ અને 2 પિસ્તોલ મળી હતી.
Shopian, J&K | Encounter underway between security forces and terrorists, 3 LeT terrorists killed at Munjh Marg area
જમ્મુ-કાશ્મીરમાં થોડા દિવસ અગાઉ બનેલ ઘટના અનુસાર એક આતંકવાદીનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. સરકારે બુલડોઝર વડે આતંકવાદીઓના ઘર તોડી પાડીને સંદેશો આપ્યો હતો કે, આતંકવાદનો માર્ગ અપનાવનારાઓ સાથે કડક કાર્યવાહી કરવા તૈયાર છે. આતંકવાદી આશિક નાંગરૂ જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો. તેમના ઘરને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, આતંકવાદી આશિક નાંગરુ ભારત સરકારની આતંકી યાદીમાં સામેલ હતો. આ આતંકવાદીના ઘરને બુલડોઝર વડે તોડી પાડીને સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, જે પણ આતંકવાદમાં સંડોવાયેલા હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર