શોપિયાં. પુંછ (Poonch) બાદ હવે શોપિયાંમાં (Shopian) ઇમામસાહબ વિસ્તારના તુલરાનમાં (Tulran) પણ એન્કાઉન્ટર (Encouter) શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલીસે (J&K Police) આપી છે. શોપિયાંમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં જવાનોએ LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી જાણકારી મુજબ, માર્યા ગયેલા આતંકવાદીઓમાં બિહારના વીરેન્દ્ર પાસવાનના હત્યારા પણ સામેલ છે. પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી કે સોમવાર સાંજે મળેલી માહિતીના આધારે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યું હતું કે, વિશ્વાસપાત્ર જાણકારીના આધારે શોપિયાંમાં સાંજથી બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. 3-4 આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શોપિયાંના ખેરીપોરામાં બીજું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 24 કલાકની અંદર આ ત્રીજું એન્કાઉન્ટર છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહેલી આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી દીધી છે.
#UPDATE | Three terrorists of LeT (TRF) killed in the Shopian encounter. Identification of the terrorists being ascertained. Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow: Kashmir Zone Police
શોપિયાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ દારુગોળા સહિત મોટી સંખ્યામાં સામગ્રી કબજે કરી છે. કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી હતી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના TRFથી છે. કાશ્મીર આઇજી વિજય કુમારે જણાવ્યું કે, ઠાર મરાયેલા ત્રણેય આતંકવાદી પૈકી એકની ઓળખ ગંદરબલના મુખ્તાર શાહના રુપમાં થઈ છે. શાહે ખાવાનો સ્ટોલ લગાવનાર બિહારના વીરેન્દ્ર પાસવાનની હત્યા બાદ શોપિયાંમાં આવી ગયો હતો. પોલીસે ઘેરી લીધેલા આતંકવાદીઓને સરેન્ડર કરવાની અપીલ કરી હતી. લાઉડસ્પીકરના માધ્યમથી આતંકવાદીઓને સમજાવવાનો પ્રયાસ કરતા જવાનોનો વીડિયો પણ સામે આવ્યો હતો.
સોમવારે પુંછમાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ઘટનામાં સામેલ આતંકવાદી ઓગસ્ટ મહિનામાં પુંછમાં ઘૂસણખોરી કરનાર સમૂહના છે. એન્કાઉન્ટમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ નાયબ સૂબેદાર જસવિંદર સિંહ માના, નાયક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરાજ સિંહ, વૈશાખ એચ.ના રૂપમાં થઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર