Home /News /national-international /

Jammu-Kashmir: કુલગામમાં સરપંચની હત્યા કરનાર હિઝબુલ મુજાહિદ્દીનના 3 આતંકવાદીઓની ધરપકડ

Jammu-Kashmir: કુલગામમાં સરપંચની હત્યા કરનાર હિઝબુલ મુજાહિદ્દીનના 3 આતંકવાદીઓની ધરપકડ

(પ્રતિકાત્મક તસવીર)

Hizbul Mujahideen Terrorist: સરપંચ શબ્બીર અહેમદ મીરની હત્યામાં સામેલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી 2 પિસ્તોલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.

    જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કુલગામમાં સરપંચની હત્યાના મામલે પોલીસે 3 આતંકીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી (Hizbul Mujahideen) બતાવવામાં આવી રહ્યા છે. તે સરપંચ શબીર અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu-Kashmir Police) સોમવારે આ જાણકારી આપી છે.

    સમાચાર એજન્સી એએનઆઈના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં સરપંચ શબ્બીર અહેમદ મીરની હત્યામાં સામેલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી 2 પિસ્તોલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.

    તેમણે જણાવ્યું કે ગુનામાં વપરાયેલ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાં જ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુશ્તાક યાતુએ હિઝબુલ ચીફ કમાન્ડર ફારૂક નલ્લીના નિર્દેશ પર સરપંચની હત્યા કરી હતી.

    આ પણ વાંચો- સુરતઃ AAPના BJPમાં ગયેલી કોર્પોરેટર મનિષા કુકડીયાની મહિનામાં જ ઘર વાપસી, શું છે કારણ?

    શબ્બીર અહેમદ મીરને 11 માર્ચે શ્રીનગરથી 70 કિલોમીટર દૂર કુલગામમાં તેમના ઘરે આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી સરપંચની હત્યા છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: યુદ્ધની આગમાં ભડકી મોંઘવારી, આખી દુનિયામાં ફુગાવો અને મંદીનો ખતરો વધ્યો

    જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સરપંચ શ્રીનગરની એક સુરક્ષિત હોટલમાં રોકાયા હતા, પરંતુ તેઓ પોલીસ કર્મચારીઓને જાણ કર્યા વિના ઘરે ગયા અને આતંકવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jammu and kashmir, Jammu Kashmir, Jammu Kashmir News, જમ્મુ-કાશ્મીર Jammu-kashmir

    આગામી સમાચાર