Home /News /national-international /જમ્મૂ કશ્મીરના શોપિયામાં IED વિસ્ફોટ, જવાન સહિત બે લોકોના મોત

જમ્મૂ કશ્મીરના શોપિયામાં IED વિસ્ફોટ, જવાન સહિત બે લોકોના મોત

પ્રતિકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ભારતીય સેનાની ગાડીને નિશાન બનાવતા IED વિસ્ફોટ કર્યો, જેમાં 44 રાષ્ટ્રીય રાઇફલ્સના ત્રણ જવાનો ઘાયલ થયા છે. આ વારાદતને અંજામ આપવા માટે આતંકીઓ પહેલેથી જ ઘાત લગાવી બેઠા હતા અને જ્યારે ભારતીય સેનાની ગાડીથી ત્યાંથી પસાર થઈ ત્યાંરે આઇઇડી વિસ્ફોટ કરાવામાં આવ્યો.

આ પહેલાં પણ ગઇકાલે રાત્રે અહીં પુલવામા જિલ્લામાં સૈનાના એક શિબિર પર આતંકવાદીઓના જૂથે ગોળીબારી કરી હતી. જેમા એક સિવિલિયન અને એક જવાનનું મોત થઇ ગયુ હતુ. અધિકારીઓ અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ કશ્મીર જિલ્લાના કાકાપુરા સ્થિત 50 રાષ્ટ્રિય રાઈફલ્સના શિબિર પર ગોળીબારી કરી હતી.

પોલીસે જણાવ્યુ કે રમજાનના મહિનામાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની કેન્દ્રની જાહેરાત બાદ આ પહેલો આતંકવાદી હુમલો છે. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ પુલવામાં જિલ્લાના કાકાપોરા સ્થિત 50 રાષ્ટ્રિય રાઇફલના શિબિર પર હુમલો કર્યો, જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો. આ અથડામણ દરમિયાન બિલાલ અહમદ નામનો એક નાગરિક પણ ઘાયલ થયો હતો બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ.
First published:

Tags: Militants, Shopian, વિસ્ફોટ