જમ્મુ કાશ્મીર: પુલવામામાં બે આતંકી માર્યા ગયા, 24 કલાકમાં ચાર આતંકીનો સફાયો

News18 Gujarati
Updated: October 20, 2020, 5:08 PM IST
જમ્મુ કાશ્મીર: પુલવામામાં બે આતંકી માર્યા ગયા, 24 કલાકમાં ચાર આતંકીનો સફાયો
પ્રતિકાત્મક તસવીર

2 terrorist killed in encounter at Pulwama: સુરક્ષાબળોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાબળો ગત 24 કલાકથી આ ઓપરેશન પર છે.

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના પુલવામા (Pulwama) સ્થિત હકરીપોરામાં સુરક્ષાબળોએ બે આંતકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે હજી પણ ઓપરેશન ચાલુ છે. ત્યાં જ બીજી તરફ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા બળોએ રાત ભર ચાલેલી સામ સામે ગોળીવારીમાં એક આતંકીને મારી નાખ્યો છે. આ અભિયાનમાં હજી સુધી બે આતંકીઓની મોત થઇ ચૂકી છે. સેનાએ મંગળવારે આ મામલે જાણકારી આપી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળ્યા પછી સુરક્ષા બળોએ સોમવારે સાંજે શોપિંયાના જૈનાપોરા વિસ્તારના મેલહુરામાં એરિયા કોર્ડન કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે આંતકવાદીઓ દ્વારા સુરક્ષાબળો પર ગોળીબારી કર્યા પછી આ સર્ચ ઓપરેશન સામ સામે ગોળીબારીમાં ફેરવાઇ ગયું હતું. જેમાં મંગળવારે એક વધુ આતંકીની મોત થઇ હતી. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળેથી હથિયારો સમેત ગોળા-બારૂદમાં એક રાઇફલ અને પિસ્તોલ મળી છે. મારેલા આતંકીની ઓળખ અને તે કયા સંગઠનનો વ્યક્તિ હતો તે મામલે હાલ તપાસ ચાલી રહી છે.



જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સુરક્ષા બળોના દળ પર થયેલા આતંકી હુમલા પછી સીઆરપીએફનો એક જવાબ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુલવામામાં ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફનું એક સંયુક્ત દળ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં ઇજાગ્રસ્ત થયા પછી સીઆરપીએફના જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાની વિગતવાર માહિતી માટે પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પાછલા લાંબા સમયથી સેના અને સીઆરપીએફના જવાનો સ્થાનિક પોલીસ સાથે મળીને આંતકવાદીઓનો ખાતમો બોલવવા માટે અવિરત અભિયાન ચલાવી રહ્યા છે.

જેમાં અમુક અમુક વિસ્તારોમાં તેમને આતંકવાદી મુક્ત વિસ્તાર કરવા માટે સફળતા પણ મળી છે. તો અન્ય સ્થળો પર પણ પ્રયાસો ચાલી રહ્યા છે. જેથી કાશ્મીરમાં શાંતિ સ્થાપી શકાય.
Published by: Chaitali Shukla
First published: October 20, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading