Home /News /national-international /J&K: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં ખુલી 190 શાળા, સેના એલર્ટ પર

J&K: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં ખુલી 190 શાળા, સેના એલર્ટ પર

લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ

લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ

    જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. મોબાઇલ ઇન્ટરનેટ, સ્કૂલ અને અન્ય પ્રતિબંધો પર હવે મુક્તિ આપવામાં આવી રહી છે. લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે.. થોડા દિવસોથી ઘરમાં કેદ બાળકો ફરી એકવાર સ્કૂલોની રોનક વધારતાં જોવા મળ્યા. જોકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને હજુ શરૂ કરવાનો આદેશ નથી આપ્યો. બીજી તરફ, કોઈ પણ અવ્યવસ્થાનો સામનો કરવા માટે સુરક્ષા દળોને 24 કલાક મોરચા પર તહેનાત કરવામા આવ્યા છે.

    જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે કહ્યું કે હજુ માત્ર શ્રીનગરના 190 પ્રાથમિક શાળાઓને ફરી શરૂ કરવામાં આવી રહી છે. શ્રીનગરના જે વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, રાજબાગ, જવાહર નગર, નૌગામ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ સામેલ છે. કંસલે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાને ધ્યાને લઈ જેટલા પણ દિવસ શાળાઓ બંધ રહી છે તેના બદલે આ મહિના બાદ પૂરક વર્ગ લેવામાં આવશે. રાજ્યમાં સ્થિતિ સામાન્ય થતાં જ અન્ય જિલ્લાઓની શાળાઓને પણ શરૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો, J&Kથી ન્યૂઝ રિપોર્ટ મોકલવા માટે આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પત્રકાર

    બાળકોની સુરક્ષાની તમામ તૈયારી

    રોહિત બંસલે જણાવ્યું કે શ્રીનગરના ડેપ્યુટી કમિશ્નર ઇકબાલ ચૌધરીએ શનિવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળાઓના વડાઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લાની સ્કૂલોને શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી. સ્કૂલોની સુરક્ષા જિલ્લા પ્રશાસનની મુખ્ય ચિંતા છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.


    કાશ્મીર ઘાટીમાં સ્થિતિ કન્ટ્રોલમાં

    કંસલે જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારી સ્થિતિની નિરીક્ષણ કરી રહ્યા છે. આ સંબંધમાં શ્રીનગરના ડીસીએ કહ્યું કે હવે ઘણે અંશે સ્થિતિ કન્ટ્રોલમાં છે. પ્રશાસન સતત એવા પ્રયાસમાં લાગી ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકોની જિંદગી વહેલી તકે પાટા પર આવી જાય.

    આ પણ વાંચો, બાબરના વંશજે કહ્યું - રામ મંદિર બનશે તો પાયા માટે સોનાની ઇંટ આપશે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Article 370, Jammu Kashmir, Kashmir news, Primary School, ભારતીય સેના, મોદી સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन