હિઝબુલ ચીફના 2 પુત્ર સહિત જમ્મુ-કાશ્મીરના 11 સરકારી કર્મચારી નોકરીમાંથી સસ્પેન્ડ, જાણો આખો મામલો

પ્રતિકાત્મક તસવીર

હિઝબુલ મુજાહિદિનના ચીફના પુત્ર સૈયદ અહમદ શકીલ અને શાહિદ યૂસુફને પણ આંતકી વિત્ત પોષણમાં કથિત રીતે સંલિપ્ત રહેવાને લઇને સેવામાંથી સસ્પેન્ડ કર્યા છે

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીર પ્રશાસને (Jammu Kashmir Administration) આતંકવાદી સંગઠનોના સહયોગીના રુપમાં કથિત રીતે કામ કરવાને લઇને હિઝબુલ મુજાહિદીનના સરગના સૈયદ સલાહુદ્દીનના પુત્રો અને બે પોલીસ કર્મી સહિત પોતાના 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલા કર્મચારી શિક્ષા, પોલીસ, કૃષિ, કૌશલ વિકાસ, વીજળી, સ્વાસ્થ્ય વિભાગ અને શેર એ કાશ્મીર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સેસથી હતા.

  અધિકારીઓએ જણાવ્યું કે આ 11 કર્મચારીઓમાં અનંતબાગથી 4, બડગામથી 3, જ્યારે બારામુલા, શ્રીનગર, પુલવામા અને કુપવાડામાંથી એક-એક છે. તેમને ભારતીય સંવિધાનના અનુચ્છેદ 311 અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અનુચ્છેદ અંતર્ગત કોઇ તપાસ કરાઇ નહીં અને સસ્પેન્ડ કર્મચારી રાહત મેળવવા માટે ફક્ત સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

  આ પણ વાંચો - ઇટાવા : બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ભાજપા સમર્થકોની બબાલ, SP સિટીને મારી થપ્પડ

  અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના મામલાની નજર રાખવા માટે ગઠિત સમિતિએ પોતાની બીજી અને ચોથી બેઠકમાં ક્રમશ ત્રણ અને આઠ કર્મચારીઓને સરકારી સેવામાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. તેમણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદિનના ચીફના પુત્ર સૈયદ અહમદ શકીલ અને શાહિદ યૂસુફને પણ આંતકી વિત્ત પોષણમાં કથિત રીતે સંલિપ્ત રહેવાને લઇને સેવામાંથી સસ્પેન્ડ કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે તેમાંથી એક એસકેઆઈએમએસમાં કાર્યરત હતો, જ્યારે બીજો શિક્ષા વિભાગમાં હતો.

  અધિકારીઓએ જણાવ્યું કે સમિતિની બીજી બેઠકમાં જે ત્રણ કર્મચારીઓના સસ્પેન્ડની ભલામણ કરી હતી તેમાં કુપવાડામાં આઈટીઆઈમાં કાર્યરત એક વ્યક્તિ પણ સામેલ હતો. જે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને મદદ પહોંચાડતો હતો. સુરક્ષાની અવરજવર વિશે આતંકી સંગઠનોને સૂચના આપતો હતો અને આતંકવાદીઓને ગુપ્ત રીતે મદદ કરતો હતો.
  Published by:Ashish Goyal
  First published: