Home /News /national-international /

જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ બંકર પર ફેક્યો હતો બોમ્બ, બુરખાધારી મહિલાની થઇ ધરપકડ

જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ બંકર પર ફેક્યો હતો બોમ્બ, બુરખાધારી મહિલાની થઇ ધરપકડ

જમ્મૂ કાશ્મીરમાં બુરખાવાળી મહિલાએ ફેંક્યો બોમ્બ

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)નાં સોપોર (Sopore) વિસ્તારમાં સુરક્ષા દળો પર એક બંકપર પર પેટ્રોલ બોમ્બ ફેંકનારી મહિલાને પોલીસે બે દિવસની જહેમત બાદ ધરપકડ કરી લીધી છે. તેણે બુરખો પહેરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)નાં સોપોરર (Sopore) વિસ્તારમાં સુરક્ષા દળે એક બંકર પર પેટ્રોલ બોમ્બ ફેકનારી મહિલાને પોલીસે બે દિવસની જહેમત બાદ ગુરુવારે ધરપકડ કરી લીધી છે. તેણે બુરખો પહેરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવું કરતાં તે CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો હતો પોલીસ અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, મહિલા આરોપીની ઓળખ બારામૂલાનાં નિવાસી હસીના અખ્તરનાં રૂપમાં કરવામાં આવી છે. જે કથિત રીતે પ્રતિબંધિત મહિલા, અલગાવવાદી જૂથ દુખ્તારન-એ- મિલત સાથે જોડાયેલી છે.

    આ પણ વાંચો- દેશના આ રાજ્યમાં કોરોનાના તમામ કાયદા અને નિયંત્રણો હટાવાયા, માસ્કને વૈકલ્પિક બનાવનાર પ્રથમ રાજ્ય

    પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું કે આરોપી મહિલા પહેલાથી જ UAPA હેઠળ ત્રણ ગંભીર કેસનો સામનો કરી રહી છે. મહિલાનો પતિ ભૂતકાળમાં પથ્થરમારામાં પણ સામેલ હતો અને તેની જાહેર સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે મંગળવારે આ ઘટના બની ત્યારથી આ મહિલાની ધરપકડ કરવી એક પડકાર હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિસ્તારમાં અલગ જ પ્રતિક્રિયા જોવા મળી હતી અને આ વીડિયોમાં મહિલા રસ્તા વચ્ચે રોકાઈને તેના પર્સમાંથી બોમ્બ કાઢીને કેમ્પ પર ફેંકતી જોવા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે બોમ્બ સુરક્ષા બેરિકેડ્સની બહાર પડ્યો હતો અને તેનાથી કોઈ નુકસાન થયું નથી.



    આ આરોપી મહિલા થોડા મહિના પહેલા જ જામીન પર છૂટી હતી. સીસીટીવી ફૂટેજ જોઈને મહિલાની ઓળખ થઈ હતી, પરંતુ મહિલાએ બે દિવસ સુધી પોલીસને ટાળી હતી. તે ધરપકડથી બચી રહી હતી, પરંતુ આજે સોપોર પોલીસે તેની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે. હકીકતમાં, મહિલા દ્વારા ફેંકવામાં આવેલા પેટ્રોલ બોમ્બમાં આગ લાગી હતી, જેને સુરક્ષા દળોએ સમયસર ઓલવી દીધી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arrested, Bomb, Burqa, Jammu and kashmir, Security Camp

    આગામી સમાચાર