J&K: આતંકવાદીઓએ બે ડ્રાઇવરોની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રક ફૂંકી માર્યા

News18 Gujarati
Updated: October 25, 2019, 1:10 PM IST
J&K: આતંકવાદીઓએ બે ડ્રાઇવરોની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રક ફૂંકી માર્યા
ટ્રકચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ આતંકવાદીઓએ ગોળી મારીને કરી હત્યા

ટ્રકચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ આતંકવાદીઓએ ગોળી મારીને કરી હત્યા

  • Share this:
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના શોપિયાં (Shopian)માં ગુરુવારે આતંકવાદી હુમલા (Terrorist Attack)માં સફરજન લેવા ગયેલા બે ટ્રક ચાલકોના મોત થયા છે જ્યારે અન્ય એક ટ્રકચાલક ઘાયલ થયો છે. બે ટ્રકચાલકોના મૃતદેહ પોલીસે કબજે લીધા છે અને ઘાયલ ચાલકને શ્રીનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રકચાલકો સુરક્ષા દળોને જાણ કર્યા વગર અંતરિયાળ હિસ્સામાં ગયા હતા. પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે જણાવ્યું કે, ગુરુવાર સાંજે શોપિયાંના ચિત્રગામમાં આતંકવાદીઓએ ટ્રકો પર ફાયરિંગ કર્યું જેમાં ત્રણ ચાલક ઘાયલ થઈ ગયા.

સફરજનથી લદાયેલા ટ્રકો ફૂંકી દીધા

આતંકવાદીઓએ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં રજિસ્ટર થયેલા ટ્રકોને રોક્યા અને તેમની પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. તેનાથી બચવા માટે ટ્રકચાલકોએ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓએ સફરજનથી લદાયેલા ટ્રકોને પણ આગને હવાલે કરી દીધા.



એક ટ્રકચાલક રાજસ્થાનનો રહેવાસી

એક મૃતક ટ્રકચાલકની ઓળખ રાજસ્થાનના અલવરના રહેવાસી મોહમ્મદ ઇલિયાસ તરીકે થઈ છે. ઘાયલ ચાલકનું નામ જીવન છે જે પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. ત્રીજા વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકવાદીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

ત્રીજી વાર ડ્રાઇવર પર હુમલો

દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા 10 દિવસોમાં ટ્રકચાલકોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. 14 ઑક્ટોબરે બે આતંકવાદીઓએ શોપિયાંમાં રાજસ્થાનના રજિસ્ટ્રેશનવાળા ટ્રકના ચાલકને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ સફરજનના વેપારી સાથે મારઝૂડ કરી હતી. મૃતક ચાલકની ઓળખ શરીફ ખાન તરીકે કરવામાં આવી હતી જ્યારે બંને આતંકવાદીઓમાં એક પાકિસ્તાની નાગરિક હોવાની આશંકા છે. આ ઘટના બાદ શોપિયાંમાં જ આતંકવાદીઓએ પંજાબના વેપારી ચરણજીત સિંહની હત્યા કરી દીધી હતી. આ હુમલામાં સંજીવ નામની વ્યક્તિ ઘાયલ ગઈ હતી.

આ પણ વાંચો,

દિવાળી પર તિહાડ જેલમાં ફેશન શો, કેદીઓ માટે ભોજનમાં શાહી પનીર અને પિઝા
પાકિસ્તાનના વિરોધમાં થયેલી રેલી પછી PoKમાં ઇમરજન્સી લાગુ, મોટા નેતાઓની ધરપકડ
Published by: Mrunal Bhojak
First published: October 25, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading