જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા

આ ઘટના તે સમયે બની જ્યારે ક્વિક રિએક્શન ટીમ પર આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું

News18 Gujarati
Updated: June 3, 2019, 7:37 AM IST
જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા
આ ઘટના તે સમયે બની જ્યારે ક્વિક રિએક્શન ટીમ પર આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું
News18 Gujarati
Updated: June 3, 2019, 7:37 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ ફાયરિંગમાં બે આતંકીઓને ઢાળી દીધા. આ ઘટના સોમવારની છે. રિપોર્ટ્સ મુજબ, દક્ષિણ કાશ્મીરના મોલૂ ચિત્રગમ વિસ્તારમાં પોલીસે આતંકીઓને ઠાર માર્યા છે.

આ ઘટના તે સમયે બની જ્યારે ક્વિક રિએક્શન ટીમ (QRT) પર આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી બે આતંકીઓની બોડી મળી ગઈ છે.

ઘટનાસ્થળની તસવીર


આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા ગ્રેનેડથી હુમલો કર્યો પછી ફાયરિંગ કર્યું. રિપોર્ટ મુજબ, આતંકીઓ દ્વારા ફેંકવામા્ર આવેલો ગ્રેનેડ નેશનલ કોન્ફરન્સના નેતા ગુલામ મોઇદ્દીન મીરના ઘરની દીવાલ સાથે ટકરાઈને ફાટ્યો હતો.

આ પણ વાંચો, ગૃહ મંત્રી બનતાં જ આ મુદ્દાનો ઉકેલ શોધવામાં લાગ્યા અમિત શાહ

નોંધનીય છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયાનું અભિયાન સતત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધી 100 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળોના નિશાન બનેલા આ 100 આતંકવાદીઓમાં 23 વિદેશી આતંકવાદી પણ સામેલ છે.
Loading...

અધિકારીઓ મુજબ આ વર્ષે 31 મે સુધી 101 આતંકી માર્યા ગયા જેમાંથી 23 વિદેશી અને 78 સ્થાનિક આતંકી સામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં સૌથી વધુ સંખ્યા શોપિયાંથી છે જ્યાં 25 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...