જમ્મુ-કાશ્મીર : પૂંછમાં પાકિસ્તાની ફાયરિંગમાં 2 નાગરિકોનાં મોત, 7 ઇજાગ્રસ્ત

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાન દ્વારા LoC પર કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં 2 નાગરિકોનાં મોત થયા છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાની સેના (Pakistan Army) ફરી એકવાર LoC પર સીઝફાયરનું (firing) ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય નાગરિકોનાં જીવ ગયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાને કરેલા સીઝફાયરના ઉલ્લંઘનના કારણે જમ્મુ-કાશ્મીરના પૂંછ (Pooch) સેક્ટરમાં 2 નાગરિકોનાં મોત (Death) થયા છે જ્યારે 7 નાગરિક ઇજાગ્રસ્ત થયા છે. જોકે, જવાબમાં ભારતીય સેનાએ પણ જબરદસ્ત ગોળીબાર કરી પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સ્થાનિકોના મતે પૂંછના શાહપુર અને કેરની સેક્ટરમાં આ ગોળીબાર થયો છે. સમાચાર સંસ્થા ANIના અહેવાલો મુજબ પણ આ ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત થયા છે જ્યારે 7 ઇજાગ્રસ્ત થયા છે.

  રક્ષા વિભાગના પ્રવક્તાએ કહ્યું- શાહપુર અને કિરની સેક્ટરમાં બોર્ડર પારથી થયેલી ફાયરિંગ બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી હતી. બપોરે લગભગ 2.30 વાગ્યે પાકિસ્તાને નાના હથિયારો અને મોર્ટારથી હુમલો કર્યો હતો. બીજી તરફ સુરક્ષાદળોએ કિશ્તવાડમાં ઇકલા પ્લમરના જંગલમાંથી એક આતંકવાદી તારિક હુસૈન વાનીને એક રાઇફલ અને 64 કારતૂસ સાથે પકડ્યો હતો.

  આ પણ વાંચો :  હૈદરાબાદ ગેંગરેપ હત્યા : પરિવારે કહ્યું- 100 નંબર ડાયલ કર્યો ત્યારે પોલીસે AADHAR નંબર માંગ્યો હતો

  10 ઑક્ટોબર સુધી પાકિસ્તાને 2317 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. LoC અને કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં 147 આતંકવાદી મારવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાને ગત વર્ષે 1629 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને સેનાની કાર્યવાહીમાં 254 આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા.  ઇજાગગ્રસ્તોની સારવાર

  પાકિસ્તાનના ગોળીબારમાં જખ્મી થયેલા 7 નાગરિકોનો સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ થઈ રહ્યો છે. ઘટના બાદ ભારતીય સેનાએ લાઇન ઑફ કંટ્રોલ નજીકના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા 24 કલાકથી અંતરાલમાં ગોળીબાર કરવામાં આવ્યો છે.
  Published by:Jay Mishra
  First published: