જમ્મુ-કાશ્મીર : પુલવામા ખાતે અથડામણમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ

પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર.

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે એક વાગ્યા પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું.

 • Share this:
  પુલવામા : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુલવામા (Pulwama)ના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces) અને આતંકવાદી (Terrorists) ઓ વચ્ચે થયેલી અથડામણ (Encounter)માં ત્રણ આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે એક વાગ્યા પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ એક જવાન શહીદ થયો છે. ઘાયલ થયા બાદ જવાનને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  પ્રાપ્ત વિગત પ્રમાણે, ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે અમુક આતંકીઓ પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયેલા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આખા વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી ગતિવિધિ જોવા મળી હતી.

  જે બાદમાં સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. જે બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છૂપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

  શુક્રવારે શોપિયાંમાં ચાર આતંકીને ઠાર કરાયા હતા

  કાશ્મીર પોલીસના IGP (Inspector General of Police) વિજય કુમારના જણાવ્યા પ્રમાણે શુક્રવારે શોપિયાંના કિલૌર વિસ્તારમાં થયેલી અથડામણમાં ચાર આતંકી માર્યા ગયા છે. આ દરમિયાન એક આતંકીને જીવતી પકડી લેવામાં આવ્યો છે. એવા પણ સમાચાર મળ્યા છે કે માર્યા ગયેલા આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ-બદ્ર સંગઠનનો જિલ્લા કમાન્ડર પણ હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: