Home /News /national-international /જમ્મુ-કાશ્મીર: 15મી ઓગસ્ટના બીજા દિવસે બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર હુમલો, એકનું મોત

જમ્મુ-કાશ્મીર: 15મી ઓગસ્ટના બીજા દિવસે બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર હુમલો, એકનું મોત

આતંકીઓને ફરી કશ્મીર પંડિતો પર હુમલો

Terrorist Attack: આતંકીઓએ સુનિલ કુમાર (Sunil Kumar) અને પિન્ટુ કુમાર (Pintu Kumar) પર હુમલો કર્યો હતો. જેમાં સુનિલ કુમારનું મોત થયું છે. સુનિલ કુમાર અર્જુન નાથ (Arjun Nath)ના પુત્ર હતા. મળતી માહિતી પ્રમાણે સુનિલ કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પિન્ટુ કુમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી આતંકવાદી હુમલો થયો છે. ફરી એક વખત કાશ્મીરી પંડીત (Terrorists shot two pandit brothers)ને નિશાન બનાવીને આતંકીઓએ હુમલો કર્યો છે. બે ભાઈઓ પર કરવામાં આવેલા હુમલામાં એકનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ બે કાશ્મીર પંડિત ભાઈઓ પર હુમલો કર્યો હતો, જેમાંથી એક ભાઈનું મોત થયું છે. આ બનાવ શોપિયાંના ચોટીગામ (chotigam) ખાતે બન્યો હતો.

આતંકીઓએ સુનિલ કુમાર (Sunil Kumar) અને પિન્ટુ કુમાર (Pintu Kumar) પર હુમલો કર્યો હતો. જેમાં સુનિલ કુમારનું મોત થયું છે. સુનિલ કુમાર અર્જુન નાથ (Arjun Nath)ના પુત્ર હતા. મળતી માહિતી પ્રમાણે સુનિલ કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પિન્ટુ કુમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણવ્યું છે કે, "ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો છે. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે."

બિહારના રહેવાસીની ગોળી મારીને હત્યા


12મી ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના (jammu kashmir)બાંદીપોરા જિલ્લામાં (bandipora district) આતંકવાદીઓએ (terrorists) ગોળી મારીને હત્યા કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મૃતકની ઓળખ બિહારના 19 વર્ષીય યુવક મોહમ્મદ અમરેજના (mohammad amrez)રૂપમાં થઇ છે. પોલીસના મતે આ ઘટના બાંદીપોરા જિલ્લાના સદુનારા ગામમાં બની હતી.

કાશ્મીરમાં હુમલાનો સિલસિલો


આતંકવાદીઓ દ્વારા ઘાટીમાં બિન-કાશ્મીરીઓની હત્યાઓનો સિલસિલો યથાવત્ છે. ઓપ્રિલમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેની ઓળખ સતીશ સિંહ રાજપૂત તરીકે થઇ હતી.

કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદી સંગઠનોએ સ્થાનિક લોકોને ચેતવણી પણ આપી હતી કે, અહીંથી ચાલ્યા જાઓ. કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ્સના કારણે સરકારી કર્મચારી, પ્રવાસી મજૂર ભયમાં છે. ગત દિવસોમાં આતંકવાદીઓ ટીવી આર્ટિસ્ટ, બેંક કર્મી, સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે.

કાશ્મીરી પંડિતોને બનાવવામાં આવી રહ્યા છે નિશાન


ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી કાશ્મીર ખીણમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં બંને કાશ્મીરી પંડિત ભાઈઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હકીકતમાં જમ્મુ-કાશ્મીરમાં વર્ષોથી કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 31મી મેના રોજ જમ્મુ ખાતે રજની બાલા નામના શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે કાશ્મીરી પંડિતોમાં ફફડાડ ફેલાયો હતો.

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત,


જમ્મુ કાશ્મીરમાં ITBPની બસ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર સ્થિત પહેલગામના ચંદનવાડી વિસ્તારમાં આ બસ દુર્ઘટનાગ્રસ્ત બની છે. આ દુર્ઘટનામાં 6 જવાનો શહીદ થયા છે. જ્યારે ઘણા જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ, મૃત્યાંક વધવાની આશંકા

મળતી માહિતી પ્રમાણે બસમાં કુલ 39 જવાન સવાર હતા. જેમાં 37 આઈટીબીપીના જવાન હતા અને બે જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે બ્રેક ફેલ થવાને કારણે બસ રોડની બાજુમાં ખાડામાં પડી હતી. બસની હાલત જોતા મૃત્યાંક વધવાની આશંકા છે.
First published:

Tags: Jammu Kashmir, Kashmiri Pandit, આતંકી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો