જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો, એક જવાન શહીદ

પ્રતિકાત્મક તસવીર

હાલમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પ પર હુમલો થયો છે. ત્રાલમાં સેનાના 42 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આમાં સેનાનો એક જવાન શહીદ થયો છે, જ્યારે એક ઘાયલ થયો છે. હાલમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે. કાશ્મીરી મીડિયા અનુસાર, જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. સેનાએ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે.

  આ પહેલા કુપાવાડામાં પોલીસ અને સુરક્ષાદળોએ હિઝબુલ મુઝાહિદ્દીનના એક ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે. પકડવામાં આવેલા આતંકવાદી પાસેથી ભારે મોટી માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ કબ્જે લેવામાં આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ જમ્મૂ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ભારતીય સેનાએ ઘર્ષણમાં બે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા છે. આ દરમ્યાન ભારતીય સેનાના ત્રણ જવાન પણ શહીદ થઈ ગયા છે. સુંદરબની સેક્ટરમાં સુરક્ષાદળની કાર્યવાહીમાં ઘુસણખોરો પાસેથી એકે47 રાયફલ અને મોટી માત્રામાં વિસ્ફોટક પણ મળી આવ્યો છે.
  Published by:kiran mehta
  First published: