જમ્મુ-કાશ્મીરઃ ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 10 જવાન ઘાયલ

News18 Gujarati
Updated: June 22, 2018, 8:18 PM IST
જમ્મુ-કાશ્મીરઃ ત્રાલમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, 10 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ શરૂ, 4 આતંકી ઠાર (ફાઇલ તસવીર).

  • Share this:
જમ્મુ-કાશ્મીરઃ PDP-BJP સરકારના પતન પછી પણ આતંકવાદી-પ્રવૃત્તિઓમાં કોઈ ઘટાડો થયો નથી. નવા આતંકી હુમલામાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ તરફથી ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં CRPFના 4 જવાન સહિત 10 સુરક્ષા-કર્મચારીઓ ઘાયલ થયા છે. બીજી બાજુ, બીએસએફ દ્વારા પાક.-રેન્જર્સ તરફથી આપેલી ચાદરને લેવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગ્રેનેડથી કરાયેલા હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં CRPFના 4 જવાન સહિત 10 સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. હુમલા બાદ એક વરિષ્ઠ પોલીસ-અધિકારીએ એક અંગ્રેજી મેગેઝિનને જણાવ્યું હતું કે ત્રાલ વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં 4 પોલીસ-કર્મચારી અને 4 સીઆરપીએફના જવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ઘાયલની સંખ્યા વધી રહી છે.

ખુલ્લામાં થયેલા હવાઈ ફાયરિંગ બાદની સ્થિતિ નિયંત્રણ કરવા અને કાયદો-વ્યવસ્થા સુધારવા માટે અર્ધલશ્કરી દળોકાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની ધરપકડ માટે સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

BSF પાકિસ્તાનની ચાદર ન લેવાનો ઇન્કાર કર્યો

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલ વધુ બગડી રહ્યા છે. ભારત તરફથી પાકિસ્તાનને કડક સંદેશ આપવાના ભાગ રૂપે BSF દ્વારા પાક-રેન્જર્સ દ્વારા આપવામાં આવેલી ચાદર અને પ્રસાદ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર સરકારે આ વર્ષે 28 જૂને થનારા બબા ચામિલિયાલ મેળાને પણ રદ કરી નાખ્યો છે. આ મેળો જમ્મુના સાંબા જિલ્લાના રામગઢ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે લગાવાનો હતો. BSFએ દ્વારા આ નિર્ણય 12 જૂને બાબા ચમિલિયાલ પોસ્ટ પાસે પાસે પાક-રેંજર્સ તરફથી કરાયેલા ફાયરિંગમાં સહાયક કમાન્ડન્ટ જિતન્દર સિંહ સહિત 4 બીએસએફ કર્મચારીનાં મોત પછી લેવામાં આવ્યો છે.ઓપરેશન ઓલઆઉટ શરૂ, 4 આતંકી ઠાર

બે દિવસ પહેલાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇમાર્ગ પર ગલાન્ડર, ન્યૂ બાયપાસ પમ્પૉરની નજીક આતંકવાદીઓએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો, જેમાં એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું હતું, જ્યારે બે ઘાયલ થયા હતા. રમજાન પૂરો થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ દેવામાં આવ્યું છે અને શુક્રવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ સાથે કલાકો સુધી અથડામણ ચાલુ રહી હતી. સુરક્ષાદળોએ ચાર આતંકવાદીને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન આશિક હુસૈન પણ શહીદ થયા હતા, સાથે સાથે એક નાગરિકનું પણ મોત થયું હતું.
First published: June 22, 2018, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading