J&K: શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઘેર્યા, ઘર્ષણ ચાલુ

News18 Gujarati
Updated: September 2, 2018, 7:43 AM IST
J&K: શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઘેર્યા, ઘર્ષણ ચાલુ
આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા સુરક્ષાદળના જવાન (PTI - ફાઈલ ફોટો)

આ પહેલા રાજ્યના બાંદીપુર જીલ્લામાં સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં લગભગ ત્રણ આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા

  • Share this:
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં રવિવાર સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષાદળોને શોપિયાના લઠ્ઠી ઈમામસાહેબ ગામમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પૂરા વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ બાજુ આતંકવાદીઓએ પોતે હવે સેનાની જાળમાં ફસાઈ ગયા હોવાનું માલુમ થતાં ફાયરીંગ શરૂ કરી દીધુ, ત્યારબાદ સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, અહીં ત્રણ આતંકવાદી સંતાયા છે.

આ પહેલા રાજ્યના બાંદીપુર જીલ્લામાં સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં લગભગ ત્રણ આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. શનીવારે શ્રીનગરના રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે, ઉત્તરી કાશ્મીરના બાંદીપોરા જીલ્લાના ડન્નામાં એક અભિયાનમાં ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા છે.

#JammuAndKashmir: Security forces have launched a cordon & search operation in Shopian's Laddi Imamsahab village after receiving inputs of presence of terrorists in the area. More details awaited.



તેમણે જણાવ્યું કે, આ અભિયાનમાં ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં હથિયાર અને શંકાસ્પદ સામગ્રી કબજે કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન એક જવાન ઘાયલ થયો હતો, જેને શ્રીનગરમાં આર્મી બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જે સારવાર દરમ્યાન શહીદ થઈ ગયો છે.
First published: September 2, 2018, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading