Home /News /national-international /Jammu-Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેર્યા
Jammu-Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેર્યા
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર શરૂ,
Jammu-Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાં (Shopian) જિલ્લામાં સુરક્ષા દળો (security forces) અને આતંકવાદી (terrorists)ઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થઈ ગયું છે. કિલબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ છે.
શ્રીનગર . Jammu-Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના શોપિયાં (Shopian) જિલ્લામાં સુરક્ષા દળો (security forces) અને આતંકવાદી (terrorists)ઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થઈ ગયું છે. કિલબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોએ ગુરુવારે જ બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી હતી.
ઇન્ટેલિજન્સ બ્યુરોએ તાજેતરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા મોટી આતંકવાદી પ્રવૃત્તિઓ પર ચેતવણી જારી કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે લશ્કર અને અલ-બદ્ર કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની યોજના બનાવી રહ્યા છે.
ત્યારથી આ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા બનેલી અનિચ્છનીય ઘટના અંગે કાશ્મીર ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરક્ષા દળોએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના આતંકવાદીની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને આતંકવાદીની હાજરીની માહિતી મળી હતી જે પછી સવારે બડગામના ચડુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો સક્રિય આતંકવાદી પકડાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે તેની ઓળખ શોપિયાંના મેમંદરના રહેવાસી જહાંગીર અહમદ નાઇકુ તરીકે થઈ છે.
તેમણે કહ્યું કે તેમની પાસેથી વાંધાજનક સામગ્રી, પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝિન અને પિસ્તોલના 16 કારતૂસ સહિતના શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર