Home /News /national-international /જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળ સાથે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર, એક જૈશનો ટોચનો કમાન્ડર કૈસર કોકા
જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળ સાથે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર, એક જૈશનો ટોચનો કમાન્ડર કૈસર કોકા
સુરક્ષાદળોએ બે આતંકવાદી ઠાર કર્યા
જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર આતંકવાદી કૈસર કોકા (Jaish commander Kaiser Koka) માર્યો ગયો - જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના પુલવામા (Pulwama) માં સુરક્ષા દળ અને આતંકી વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પુલવામા જિલ્લામાં સોમવારે સુરક્ષાદળો (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ (Encounter in Pulwama) થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી કૈસર કોકા પણ હતો. પોલીસે આ માહિતી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ અવંતીપોરા વિસ્તારમાં વંડકપોરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસ પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે, “આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે. બીજા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. યુએસ નિર્મિત રાઇફલ (M-4 કાર્બાઇન), એક પિસ્તોલ અને અન્ય સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.” અધિકારીએ જણાવ્યું કે કોકા આતંકવાદ સંબંધિત અનેક ઘટનાઓમાં વોન્ટેડ હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, અવંતીપોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે. આ ઈનપુટ બાદ સુરક્ષા દળોએ એક ટીમ બનાવી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જ્યારે સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા ત્યારે આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ થયું અને એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર