શ્રીનગર. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં ડ્રોન દેખાવાનો મામલા સતત વધી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારની સવારે ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces)ને એ સમયે મોટી સફળતા હાથ લાગી જ્યારે તેઓએ અખનૂર સેક્ટર (Akhnoor Sector)માં એક ડ્રોન (Drone)ને તોડી પાડ્યું. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી કરવામાં આવેલા ફાયરિંગ બાદ ડ્રોન જમીન પર પટકાઈ ગયું. ડ્રોનથી પોલીસે 5 કિલોગ્રામ IED જપ્ત કરી લીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં 27 જૂને ભારતીય વાયુસેના સ્ટેશનમાં હુમલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી બોર્ડર પર સતત ડ્રોન જોવા મળી રહ્યા છે. શુક્રવારની સવારે અખનૂર સેક્ટરમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ડ્રોન જમીન પર તૂટી પડ્યું.
Jammu and Kashmir: A drone was shot down in Kanachak area and explosive material was recovered. pic.twitter.com/amPKBVVq77
અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, ડ્રોનથી 5 કિલોગ્રામ આઇઇડી જપ્ત કરવામાં આવ્યો છે. આ આઇઇડીને આતંકવાદીઓ સુધી પહોંચાડવાનું હતું પરંતુ તે પહેલા જ સુરક્ષાદળોની નજર તેની પર પડી ગઈ. મળતી માહિતી મુજબ ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિલોમીટર અંદર મળ્યું.
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં બારામુલા જિલ્લાન સોપોરમાં થયેલા એન્કાઉન્ટમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે જાણકારી આપી કે તેમાંથી એક આતંકવાદીની ઓળખ ફયાઝ વાર તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે, તેઓ ઉત્તર કાશ્મીરમાં હિંસાના અપરાધી હતા. આ દરમિયાન પોલીસને હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે. હાલ, આતંકવાદીઓની શોધખોળ માટે પોલીસનું અભિયાન ચાલુ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર