Home /News /national-international /કાશ્મીરમાં આતંકનું નવું હથિયાર: પહેલી વાર પરફ્યૂમ બોમ્બથી હુમલો કરવાનો પ્લાન, ટચ કરવાથી થાય છે બ્લાસ્ટ

કાશ્મીરમાં આતંકનું નવું હથિયાર: પહેલી વાર પરફ્યૂમ બોમ્બથી હુમલો કરવાનો પ્લાન, ટચ કરવાથી થાય છે બ્લાસ્ટ

પરફ્યૂમ વિસ્ફોટક

ડીજીપી દિલબાગ સિંહે જમ્મુમાં એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યું કે, આ પહેલી વાર છે, જ્યારે અમે પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યા છે. અમે આ અગાઉ ક્યારેય કોઈ પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યા નથી. જો તેને કોઈ દબાવાની અથવા ખોલવાની કોશિશ કરે છે, તો વિસ્ફોટ થઈ જાય છે. અમારી વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલી વાર છે, જ્યારે આવી રીતે પરફ્યૂમ જેવો દેખાતો આઈઈડી જપ્ત કરાયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે તેને 21 જાન્યુઆરીએ નરવાલ, જમ્મુ વિસ્ફોટના મામલા સાથે જોડી રહી છે. આ મામલામાં લશ્કરે તૈયબાના એક સભ્યની ધરપકડ પણ કરી છે. જે એક સરકારી કર્મચારી હોવાનું પણ કહેવાય છે. પોલીસે તેની પાસેથી એક પરફ્યૂમ આઈઈડી મળ્યો. જે અનોખુ છે. જમ્મુ પોલીસ તરફથી કહેવાયું છે કે, 11 દિવસની ભારે મહેનત બાદ જમ્મુના રહેણાંક જિલ્લાના રહેવાસી આરિફ અહમદની ધરપકડ કરી છે.


પરફ્યૂમ આઈઈડીને લઈને બોલ્યા ડીજીપી


ડીજીપી દિલબાગ સિંહે જમ્મુમાં એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યું કે, આ પહેલી વાર છે, જ્યારે અમે પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યા છે. અમે આ અગાઉ ક્યારેય કોઈ પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યા નથી. જો તેને કોઈ દબાવાની અથવા ખોલવાની કોશિશ કરે છે, તો વિસ્ફોટ થઈ જાય છે. અમારી વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે.

બે બ્લાસ્ટની તપાસમાં ફસાયો આરિફ


ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, આરોપીને ડિસેમ્બરના અંતમાં ત્રણ આઈઈડીની સપ્લાઈ મળી. તેણે મારવાલ વિસ્તારમાં બે આઈઈડીનો ઉપયોગ કર્યો. તે પાકિસ્તાનથી એક્ટિવ લશ્કરે તૈયબાના આતંકી કાસિમના પ્રભાવમાં કામ કરી રહ્યો હતો. તે હાલમાં જ આતંકી ઘટના માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, આરિફ સરકારી કર્મચારી છે, જે લશ્કરે તૈયબાનું સમર્થન કરે છે. આરિફ સ્થાનિક લશ્કરના સભ્યો કાસિમ અને કાકા કમરદીનના સમર્થનમાં કામ કરતો હતો. જે હાલમાં પાકિસ્તાનમાં રહે છે. તેમણે કહ્યું કે, 21 જાન્યુઆરીએ કટરાના શાસ્ત્રી નગર અને જમ્મુના નરવાલ આઈઈડી વિસ્ફોટની તપાસમાં આરિફનું નામ સામે આવ્યું છે.
First published:

Tags: Jammu and kashmir