દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ

News18 Gujarati
Updated: January 14, 2020, 9:36 PM IST
દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ
દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ

દવિંદરની ધરપકડ પછી એવા સમાચાર ચાલી રહ્યા હતા કે જેમાં કહેવામાં આવતું હતું કે તેને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે

  • Share this:
શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસે કુલગામમાં હિઝબુલ મુજાહિદીન(Hizbul Mujahideen)ના આતંકીઓ સાથે ધરપકડ કરાયેલા ડીએસપી દવિંદર સિંહ (DSP Davinder Singh)ના મામલે ચાલી રહેલા અલગ-અલગ સમાચારો પણ સ્પષ્ટતા કરી છે. J&K પોલીસે કહ્યું છે કે ગૃહ મંત્રાલય તરફથી દવિંદર સિંહને કોઇપણ વીરતા કે મેઘાવી મેડલ મળ્યો નથી. દવિંદરની ધરપકડ પછી એવા સમાચાર ચાલી રહ્યા હતા કે જેમાં કહેવામાં આવતું હતું કે તેને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે.

પોલીસના મતે તેને સર્વિંસ દરમિયાન ફક્ત વીરતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો, જે સ્વતંત્રતા દિવસ પર 2018માં જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા આપવામાં આવ્યો હતો. આ મેડલ તેને 25/26 ઓગસ્ટ 2017ના રોજ પુલવામાની પોલીસ લાઇનમાં થયેલા ફિદાયીન હુમલા સમયે ચલાવવામાં ઓપરેશનમાં સામેલ થવા માટે આપવામાં આવ્યો હતો. 2017માં દવિંદર પુલવામામાં ડીએસપીના રુપમાં તૈનાત હતો. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે અમે મીડિયાને અપીલ કરીએ છીએ કે દવિંદર વિશે અફવાઓના આધારે ન્યૂઝ ચલાવો નહીં.

આ પણ વાંચો - દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની જાહેરાત કરી, કેજરીવાલ નવી દિલ્હીથી લડશે

નિવેદનમાં કહેવાયું છે કે જમ્મુ કાશ્મીર પોલીસ પોતાના પ્રોફેશનલિઝમ માટે ઓળખાય છે. તે પોતાના કેડરમાં કોઈને પણ ગેરકાયદેસર કૃત્ય કે આચરણમાં સામેલ થવા પર છોડશે નહીં. આ પહેલા પણ J&K પોલીસ આમ કરી ચૂકી છે. આ કેસમાં પણ કાનૂન નિયમોનું પાલન કરવામાં આવશે. જે બધા પર એક સમાન રીતથી લાગુ થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ડીએસપી દવિંદર સિંહ (DSP Davinder Singh)ના મામલાની તપાસ NIAને આપી દીધી છે. જોકે NIAનું કહેવું છે કે અત્યાર સુધી તપાસ સોંપવાને લઈને ગૃહ મંત્રાલય તરફથી નોટિફિકેશન મળ્યું નથી પણ ગૃહ મંત્રાલય કોઈપણ સમયે નોટિફિકેશન જાહેર કરી શકે છે.
First published: January 14, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading