Jammu and Kashmir News: જમ્મુ પોલીસે આતંકીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાંથી સ્ટિકી બોમ્બ અને આઇઆઇડીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
કઠુઆઃ જમ્મુ કાશ્મીર પોલીસે JEMના એક ટેરર મોડ્યુલને ધ્વસ્ત કરવાનો દાવો કર્યો છે. કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં પોલીસની ટીમે સ્ટિકી બોમ્બનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ તો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ કેસમાં કેટલીક ધરપકડ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે સુરક્ષાદળોએ JEMના આતંકી ઝાકીર હુસૈન ઉર્ફે ઝુબેરની ધરપકડ કરી હતી. ત્યારે તે જ બિલાવર વિસ્તારમાંથી 3 સ્ટિકી બોમ્બ અને 3 આઇઇડી જપ્ત કરવામાં આવી છે.
જમ્મુમાં આતંક મચાવવાના જૈશ-એ-મહોમ્મદના કાવતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર પોલીસે ઝાકીર હુસૈન ઉર્ફે ઝુબૈરને કઠુઆમાંથી 20 હજાર રોકડ રકમ અને 1 સ્ટિકી બોમ્બ સાથે ઝડપી પાડ્યો છે. આ તેના જ એક હિસ્સાનો ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, પૂંછ જિલ્લામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકી નેટવર્કને ધ્વસ્ત કર્યુ છે. પોલીસે આ મામલે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પણ સામેલ હતી. મહિલાના ઘરપાસેથી પોલીસને 3 કિલોની આસપાસ આઈઈડી જપ્ત કર્યુ હતું. આ આઇઇડી તેને સીમાની પેલેપારથી પાકિસ્તાની જાસૂસી એજન્સીએ પાકિસ્તાની સેનાની મદદથી મોકલ્યું હતું.
લોકોને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે?
પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે, ધરપકડ કરાયેલી મહિલા પૂંછની નિવાસી છે અને ‘જૈતૂન અખ્તર’ તરીકે સામે આવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે, કેવી રીતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા પીઓકેમાં રહેલા લોકોના સંબંધી કે જે કાશ્મીરમાં રહે છે તેમને ટાર્ગેટ કરે છે. મહિલાએ જણાવ્યુ હતુ કે, તેના પતિના મામા સીમાની પેલે પાર લશ્કરનો એરિયો કમાન્ડર છે અને તેનું નામ ટિક્કા ખાન છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં રહે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર