Home /News /national-international /jammu And Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં એક CRPF જવાન શહીદ, પુલવામામાં બિહારના 2 મજૂરો ઘાયલ
jammu And Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં એક CRPF જવાન શહીદ, પુલવામામાં બિહારના 2 મજૂરો ઘાયલ
આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. (ફોટો - ANI)
આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
સોમવારે શ્રીગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓ (terrorist-attack in Srinagar)ના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
J&K | A terrorist attack at Maisuma in Lal Chowk, Srinagar, led to the injury of 2 CRPF jawans.
તેમણે કહ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા છે કે આતંકવાદીઓ કોઈ ઘરમાં છુપાયેલા હોઈ શકે છે. આ પહેલા દિવસ દરમિયાન પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં બિહારના બે મજૂરો ઘાયલ થયા હતા.
જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીર (jammu And Kashmir)માં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ (Terrorists attacked)એ તેમની નાપાક ગતિવિધિઓ તેજ કરી છે. 28 માર્ચે બડગામ (Badgam)માં એક SPO અને તેમના ભાઈને ગોળી વાગી હતી, જેમાં SPO ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. જ્યારે તેમના ભાઈનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું. બીજી તરફ આજે સાંજે આતંકવાદીઓએ શોપિયાંમાં સુરક્ષા દળોના કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે આતંકવાદીઓનું લક્ષ્ય ચૂકી ગયું હતું, જેના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર