પાકે. ભારત-અમેરિકાને જણાવી આતંકીઓની નવી ચાલ, J&Kમાં હાઈ એલર્ટ

ત્રાલમાં ઠાર મરાયેલા આતંકી જાકિર મૂસાનો બદલો લેવા હુમલાનું કર્યુ પ્લાનિંગ

News18 Gujarati
Updated: June 16, 2019, 9:25 AM IST
પાકે. ભારત-અમેરિકાને જણાવી આતંકીઓની નવી ચાલ, J&Kમાં હાઈ એલર્ટ
પાકે. જમ્મુ-કાશ્મીરમાં સંભવિત આતંકી હુમલાની સૂચના આપી છે. (PTI Photo/S Irfan)
News18 Gujarati
Updated: June 16, 2019, 9:25 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાના ખતરાના સંબંધમાં પાકિસ્તાન તરફથી કથિત રીતે ભારતની સાથે સૂચનાનું આદાન-પ્રદાન કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અવંતીપોરાની પાસે એક વાહન પર વિસ્ફોટકનો ઉપયોગ કરી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે.

એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને આ જાણકારી અમેરિકાને પણ આપી છે. તેઓએ કહ્યું કે, ગત મહિને ત્રાલમાં એક ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકી જાકિર મૂસાના મોતનો બદલો લેવા માટે હુમલાની યોજના બનાવવામાં આવી રહી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૂસાએ મે 2017માં હિજબુલ મુજાહિદીનથી અલગ થયા બાદ કાશ્મીરમાં અંસાર ગજાવત-ઉલ-હિંદ નામથી અલ-કાયદાનું સહયોગી સમૂહ શરૂ કરી તેનું નેતૃત્વ કર્યુ. સુરક્ષા અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનનું પગલું એ સુનિશ્ચિત કરવા માટે હતું કે જો હુમલો થાય છે કે અધિકારીઓને સતર્ક કરવા માટે વાસ્તવિક પ્રયાસ કરવામાં આવે છે તો આરોપોથી બચી શકે છે. સુરક્ષા અધિકારીએ સૂચના મળી હોવાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો, SCO સમિટ: નામ લીધા વગર PM મોદીએ પાકિસ્તાનનો કરી ફજેતી
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...