અનંતનાગ. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના અનંતનાગ (Anantnag) જિલ્લામાં ચાર સ્થળો પર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રવિવારે વહેલી પરોઢે દરોડા પાડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા કાશ્મીર ઘાટીમાં ISIS મોડ્યૂલ અને આતંકીઓને ફંડિંગ સાથે જોડાયેલા છે. તપાસ એજન્સી જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ઘાટીમાં આતંકીઓને ISISથી ફંડ નથી મળી રહ્યું ને. અત્યાર સુધી આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક 36 વર્ષની મહિલા પણ સામેલ છે. NIAની સાથોસાથ આ દરોડામાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFના સુરક્ષાકર્મી પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં કેટલીક બીજી ધરપકડો થઈ શકે છે.
અત્યાર સુધીમાં મળેલી જાણકારી મુજબ, NIAએ અનંતનાગ ઉપરાંત બારામુલા અને શ્રીનગરમાં પણ અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. 36 વર્ષની જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસેથી ચીની ગ્રેનેડ અને 48 હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
Jammu and Kashmir | Five persons arrested by NIA during raids at four locations in Anantnag and one person in Srinagar
NIA is conducting raids at multiple locations in Kashmir related to a terror funding case
આ પહેલા જમ્મુ-કાશ્મીર પ્રશાસને શનિવારે આતંકવાદી સંગઠનની મદદ કરવાના આરોપમાં હિઝબુલ મુજાહિદ્દીન ચીફ સૈયદ સલાલુદ્દીનના બે દીકરા અને બે પોલીસકર્મીઓ સહિત 11 કર્મચારીઓને બરતરફ કરી દીધા. બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓ શિક્ષણ, પોલીસ, કૃષિ, કૌશલ વિકાસ, ઉર્જા, સ્વાસ્થ્ય વિભાગ તથા એસકેઆઇએમએસ (શેર એ કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) સાથે સંકળાયેલા હતા. આ પણ વાંચો, COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત
" isDesktop="true" id="1113277" >
આતંકી સંગઠનોને સૂચના આપતા હતા
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફના દીકરા સૈયદ અહમદ શકીલ અને શાહિદ યુસૂફને પણ ટેરર ફંડિંગમાં કથિત રીતે સામેલ થવાને લઈ સેવાથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા. NIAના જણાવ્યા મુજબ, બંનેના સંબંધ ટેરર ફંડિંગ સાથે જોડાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ સુરક્ષા દળોની અવર-જવર વિશે આતંકવાદી સંગઠનોને સૂચના આપતા હતા અને આતંકવાદીઓને ગુપ્ત રીતે ગતિવિધિઓ કરવામાં મદદ કરતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર