Home /News /national-international /જમ્મુ કાશ્મીર: સિધરામાં ટ્રકમાં છુપાયેલા 3 આતંકીઓને જવાનોએ ઠાર કર્યા, સેનાને મળી મોટી સફળતા

જમ્મુ કાશ્મીર: સિધરામાં ટ્રકમાં છુપાયેલા 3 આતંકીઓને જવાનોએ ઠાર કર્યા, સેનાને મળી મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Jammu and Kashmir, India
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે.

શોપિયાં અકાઉન્ટરમાં ત્રણ આંતકવાદીને ઠાર કર્યા


20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચોઃ તુનિષા શર્મા પંચમહાભૂતમાં વિલીન, ગોડદેવ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર થયા, સ્મશાનભૂમિમાં માતા બેભાન


મુંઝ માર્ગ પર એન્કાઉન્ટર શરૂ થયું


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા પછી, સુરક્ષા દળોએ શોપિયાના ઝૈનપુરા વિસ્તારના મુંઝ માર્ગમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. સ્થળ પરથી એક AK47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.
First published:

Tags: Jammu and kashmir, Terrorist Encounter, Terrorists Attack

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો