370 હટ્યા બાદ કાશ્મીર પહોંચ્યા ડોભાલ, લોકો સાથે ભોજન પણ લીધુ

News18 Gujarati
Updated: August 8, 2019, 10:13 AM IST
370 હટ્યા બાદ કાશ્મીર પહોંચ્યા ડોભાલ, લોકો સાથે ભોજન પણ લીધુ
ડોભાલે કહ્યું કે, કેવી રીતે અહી ખુશહાલી આવે. તમે, તમારા બાળકો અને તેમના બાળકો અહીં ખુશહાલીથી રહી શકે, આગળ વધી શકે, દુનિયામાં પોતાનું નામ કમાઈ શકે અને સારા માણસ બની શકે, એજ અમારો ઉદ્દેશ્ય છે

ડોભાલે કહ્યું કે, કેવી રીતે અહી ખુશહાલી આવે. તમે, તમારા બાળકો અને તેમના બાળકો અહીં ખુશહાલીથી રહી શકે, આગળ વધી શકે, દુનિયામાં પોતાનું નામ કમાઈ શકે અને સારા માણસ બની શકે, એજ અમારો ઉદ્દેશ્ય છે

  • Share this:
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કલમ 370 હટ્યા બાદ હાલમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. એટલું જ નહીં, અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, તેમની સાથે ખાવાનું પણ ખાધુ.

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને કલમ 35એ રદ્દ કર્યા બાદ ડોભાલ અહીં પહોંચ્યા છે. ડોભાલે આ મુલાકાતની તસવીરો સમાચાર એજન્સી એએનઆઈએ જાહેર કરી છે.

ડોભાલ અહીં શોપિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ડોભાલ, સોમવારે જ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ પ્રવાસમાં તેમણે રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.ડોભાલે કહ્યું - બધા લોકો આરામથી રહો
ડોભાલના આ પ્રવાસનો એક વીડિયો પણ એએનઆઈએ જાહેર કર્યો છે. જેમાં તે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ડોભાલે લોકો સાથે કલમ 370 અને કલમ 35એ પર ચર્ચા કરી. ડોભાલે પુછ્યુ શું લાગી રહ્યું છે, તમને લોકોને... તેના પર જવાબ મળી રહ્યો છે, સારૂ લાગી રહ્યું છે.

ડોભાલે કહ્યું - બધા લોકો આરામથી રહો. અલ્લાહ જે પણ કરે છે તે ભલાઈ માટે કરે છે. નેક વ્યક્તિઓની દુઆની અસર થાય છે. તમે લોકો નિશ્ચિંત રહો. બધુ જ સારૂ થશે. ડોભાલે કહ્યું કે, કેવી રીતે અહી ખુશહાલી આવે. તમે, તમારા બાળકો અને તેમના બાળકો અહીં ખુશહાલીથી રહી શકે, આગળ વધી શકે, દુનિયામાં પોતાનું નામ કમાઈ શકે અને સારા માણસ બની શકે, એજ અમારો ઉદ્દેશ્ય છે.
First published: August 7, 2019, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading