Home /News /national-international /નજરકેદ દરમિયાન ઉમર અને મહેબૂબા ઝઘડ્યાં, અલગ-અલગ રખાયાં

નજરકેદ દરમિયાન ઉમર અને મહેબૂબા ઝઘડ્યાં, અલગ-અલગ રખાયાં

ફાઇલ તસવીર

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 સમાપ્ત કર્યા પછી હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. ગત સપ્તાહથી અહીં અનેક નેતાઓ નજરબંધ છે. રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને નજરબંધી હેઠળ હરિ નિવાસમાં રાખવામાં આવ્યા છે. પણ અહીં ઉમર અને મહબૂબા વચ્ચે ઝગડો થતા સ્થિતિ એટલી બગડી કે ઉમર અબ્દુલ્લાને બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા.
અંગ્રેજી  પેપર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ની ખબર મુજબ આ બંને નેતાઓએ એક બીજા પર જમ્મુ કાશ્મીરમાં ભાજપને લાવવાનો આરોપ મૂક્યો હતો.

એક અધિકારીના જણાવ્યા મુજબ ઉમર અબ્દુલ્લાએ મોટા અવાજે મહેબૂબાને કહ્યું કે તેમના પિતા મુફ્તી મોહમ્મદે 2015 થી 2018 વચ્ચે ભાજપ સાથે સાઠ-ગાંઠ કરી હતી. જે પછી પીડીપીના પ્રમુખ મહબૂબાએ ઉમર અબદુલ્લાને યાદ કરાવ્યું હતું કે તેમના પિતા ફારૂખ અબ્દુલ્લા અને અટલ બિહાર વાજપેયી વચ્ચે પણ ગઠબંધન થયું હતું. તેણે એ પણ કહ્યું કે વાજપેયીની સરકારમાં તે એક જૂનિયર મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં મહબૂબાએ ઉમરના દાદા શેખ અબ્દુલ્લાને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા.

ઉલ્લેખનીય છે કે હરિ નિવાસમાં અબ્દુલ્લા ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે મહબૂબા પહેલા માળ પર નજરબંધ રહે છે. આ ઝગડાના કારણે અબ્દુલ્લાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગેસ્ટ હાઉસમાં શીફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે મહબૂબા હાલ હરિ નિવાસમાં જ છે. આ તેજ જગ્યા છે જ્યાં પહેલા મુખ્યમંત્રી આવાસ બનાવવામાં આવ્યા છે. અને ગુલામ નબી આઝાદ મુખ્યમંત્રી તરીકે અહીં રહ્યા પણ છે. પણ તે પછી કોઇ ન રહેતા તેને ગેસ્ટ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યો છે.
First published:

Tags: Jammu kashmiar, જમ્મુ કાશ્મીર