જમ્મુ-કાશ્મીરમાં ગત થોડા દિવસોમાં સૈન્ય મૂવમેન્ટ અને પછી અમરનાથ યાત્રાને રોક્યા બાદ અફવાઓનું બજાર સતત ગરમ છે. ત્યાં સુધી કે રાજ્યપાલ સત્યપાલ મલિકને સ્પષ્ટીકરણ કરવું પડી રહ્યું છે. રાજ્યની સ્થિતિ વિશે અફવાઓ પર જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે કહ્યું કે, મેં દિલ્હીમાં તમામ સાથે વાત કરી છે અને કોઈએ પણ મને કોઈ સંકેત નથી આપ્યા કે અમે એવું કરીશું કે તેઓ કરશે. કોઈનું કહેવું છે કે ટ્રાઇફર્સેશન થશે, કોઈ કહે છે આર્ટિકલ 35એ, 370 હટશે...પીએમ મોદી કે ગૃહ મંત્રી અમિત શાહે કે કોઈએ પણ મારી સાથે આ વાતની ચર્ચા નથી કરી.
રાજ્યપાલે કહ્યું કે, કાલ વિશે મને ખબર નથી. તે મારા હાથમાં નથી પરંતુ આજની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મલિકે કહ્યું કે બંધારણીય જોગવાઈઓમાં કોઈ પ્રકારના ફેરફાર વિશે રાજ્યને કોઈ જાણકારી નથી અને તેથી સૈનિકોની તહેનાતીના આ સુરક્ષા મામલાઓને અન્ય તમામ પ્રકારનના મામલાઓ સાથે જોડીને કારણ વગર ભગ ઊભો ન કરવો જોઈએ.
તકેદારી રૂપે પરત ફરવા માટે કહેવામાં આવ્યું
મલિકે કહ્યું કે એ રાજ્યની જવાબદારી છે કે તેઓ પોતાના તમામ નાગરિકોને સુરક્ષા પૂરી પાડે. તેથી, તકેદારી રૂપે યાત્રી અને પર્યટકોને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યપાલે રાજ્યની રાજકીય પાર્ટીઓના નેતાઓને કહ્યું છે કે તેઓ પોતાના સમર્થકોને શાંતિ રાખવા અને કાશ્મીર ઘાટીમાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે કહે.
મલિકને મળવા પહોંચેલા રાજ્યના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાને રાજ્યપાલને જણાવ્યું કે સુરક્ષા સ્થિતિ એવા પ્રકારની ઊભી થઈ છે જેના કારણે તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત હતી.
રાજ્યપાલે પ્રતિનિધિમંડળને જણાવ્યું કે, અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાના સંબંધમાં સુરક્ષા એજન્સીઓને વિશ્વસનીય જાણકારી મળી હતી. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ વધી ગઈ જેનો સેનાએ પ્રભાવી રીતે જવાબ આપ્યો.