Home /News /national-international /

OROP VS ODOMOS : અમિત શાહને J&Kના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ આપ્યો જવાબ

OROP VS ODOMOS : અમિત શાહને J&Kના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ આપ્યો જવાબ

ઓમર અબ્દુલ્લા (ફાઇલ તસવીર)

અમિત શાહે કહ્યુ કે, "મોદીજીએ આપણા જવાનોને OROP આપ્યું હતું જ્યારે કોંગ્રેસે આપણને 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' આપ્યું છે."

    નવી દિલ્હી : સોમવારે હિમાચલ પ્રદેશમાં એક જાહેર સભાને સંબોધતા બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે "OROP" (વન રેન્ક વન પેન્શન)નો નવો અર્થ કાઢ્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી બાદ અમિત શાહે જાહેર સભામાં ઓઆરઓપીના નવા નામ સાથે બંનેને નિશાન બનાવ્યા હતા. આ જ કડીમાં હવે જમ્મુ-કાશ્મીરના રાજકારણી તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને "ODOMOS" સાથે નિશાને લીધા છે.

    ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, "કેન્દ્રની બીજેપી સરકાર બન્યાના એક જ વર્ષમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે 'વન રેન્ક વન પેન્શન' લાગૂ કર્યું હતું. મોદીજીએ આપણા જવાનોને OROP આપ્યું હતું. કોંગ્રેસે આપણને 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' આપ્યું છે."

    ઓમર અબ્દુલ્લાએ અમિત શાહની આવી કોમેન્ટનો ત્વરિત જવાબ આપ્યો હતો. અમિત શાહના OROP સામે ઓમરે જણાવ્યું કે હાલમાં દેશ "ODOMOS - ઓવરડોઝ ઓફ ઓન્લી મોદી ઓન્લી શાહ"થી પીડાઈ રહ્યો છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આવી પ્રતિક્રિયા આપી હતી.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડધા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.

    બીજેપીના નેતાઓ તરફથી પણ આ મુદ્દે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રમાં સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કરવું જરૂરી છે. કારણ કે એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. ગત લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશની 80 બેઠકમાંથી 71 બેઠક પર વિજય મેળવ્યો હતો.

    નોંધનીય છે કે સેનાના જવાનો ઘણા લાંબા સમયથી OROPની માંગણી કરી રહ્યા હતા. જવાનો માંગણી કરી રહ્યા હતા કે એક જ રેન્કના અધિકારીઓ જ્યારે નિવૃત્તિ લે ત્યારે તેમને સમાન પેન્શન મળવું જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election 2019, General election 2019, Lok sabha election 2019, Omar abdullah, Priyanka gandhi, અમિત શાહ, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन